પૃષ્ઠ:Divadi.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડુંગરિયે દવ

કાયદાની બહાર જનારને કાયદામાં લાવવા અને વળી કાયદાની બહાર જવા માટે તેને શિક્ષા કરવી એ બંને કામ બહુ મુશ્કેલ છે. કાયદાની ચુંગાલ સુધરેલા દેશો વધારતા જાય છે એવી આશાએ કે જેમ કાયદા વધારે થાય તેમ લોકોની જીવન સરળતા વધી જાય. પરિણામ એથી ઊલટું જ આવે છે. કાયદા ઘડનાર ધારાસભાને ભાગ્યે જ ખબર હોય છે કે તેણે કેટલા કાયદા પસાર કર્યા; કાયદા પ્રમાણે અમલ કરનાર સરકાર અને તેના સત્તાધીશોને ભાગ્યે જ ખબર હોય કે તેમણે કેટલા કાયદાનો કેવી રીતે અમલ કરવાનો છે; અને કાયદાભંગની સજા કરનાર ન્યાયપ્રણાલિકાને ભાગ્યે જ ભાન હોય છે કે તે કાયદાભંગની શિક્ષા કરતાં માનવતાનું કેટલું ખૂન કરી રહી છે ! કોઈ પણ રાજ્યના પ્રધાન, ધારાસભાના પ્રમુખ, અદાલતના ન્યાયાધીશ કે અમલદાર ઉપર માત્ર ચોવીસ જ કલાક ધ્યાન રાખવામાં આવે તો કરેળિયાનાં જાળાં જેવી કાયદાની એક અગર બીજી ભુલભુલામણીમાં સપડાઈ તે ગુનેગાર બનતા જ જતા હોય છે. જેમ કાયદા વધારે તેમ ગુના વધારે અને સાથે ગુનેગારો