પૃષ્ઠ:Divadi.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬ : દીવડી
 

લાંબી રજા ઉપર ઊતરવાનું કહેવાનો હતો. તમારા જ્ઞાનતંતુઓ કોણ જાણે કેમ બહુ ઝણઝણેલા રહેતા.. આખું અઠવાડિયું. દવા બરાબર કરજો.'

ઉપરીનો મેં આભાર માન્યો અને ઘેર આવતે આવતે મારા મનમાં વિચાર ઉત્પન્ન થયો :

'વિલાસ ન હોત તો મારી નોકરી પણ જાત કે શું?'

ત્યારથી રોજ પ્રભાતમાં ઊઠી, નાહીધાઈ પહેલું કાર્ય હું મારાં પત્નીના ચરણસ્પર્શનું કરું છું. પત્નીપૂજનથી મારો દિવસ ઊગે છે. એ પછીથી કદી મેં પૂછ્યું નથી કે કહ્યું નથી :

'સ્ત્રીની કિંમત કેટલી ?'

મારે એ કિંમત કરાવવી પણ નથી.