પૃષ્ઠ:Divadi.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪ : દીવડી
 

પાસે પત્નીના દેહસૌંદર્યનો સ્વાભાવિક ઉલ્લેખ કરાવ્યો. પતિને ખાતરી હતી કે પત્ની આ વખાણનો જવાબ પોતાને ગાલે ટપલી મારીને અગર હતી તેના કરતાં વધુ નજીક આવીને આપશે.

પણ કોણ જાણે કેમ પત્નીએ આ વખાણનો કશો જવાબ પણ આપ્યો નહિ. તે હસી પણ નહિ અને હાલી પણ નહિ. એકાંતની આવી સગવડમાં પત્ની વાતચીત આગળ ન વધારે તો જરૂરૂ નવાઈ ગણાય. ચંદ્રકાન્તે પૂછ્યું :

'સરખામણી ઓછી પડી શું?'

'ઓછી તો કોણ જાણે ! પણ એ મને બહુ ગમી નહિ.'ચંદ્રિકાએ કહ્યું.

'એમ કેમ ?'

‘તારા કવિઓ કાંચનવર્ણી કાયાને વખાણ તરીકે ભાગ્યે જ લેખે છે. દેહની નશ્વરતા અંગે દેહના કાંચનવર્ણને કવિઓ આગળ કરે છે, નહિ કે તારી માફક વખાણને ખાતર. મને કવિઓએ કહેલી નશ્વરતા યાદ આવી.' ચંદ્રિકાએ કહ્યું.

'ચાલ, આ સુવર્ણમય અગાસીને છોડી ભૂરી રોશનીવાળા આપણા ખંડમાં ચાલ્યાં જઈએ એટલે તારો રંગ તને ગમ્યો નહિ તે બદલાઈ જશે.'

'તું ચાલતો થા. માનપત્રને ઠેકાણે મૂકી દે. પછી હું આવું.'

ચંદ્રિકાએ કહ્યું અને તે બેસી રહી.

ચંદ્રકાન્ત ઊભો થઈ અગાશીમાંથી ઘરમાં ગયો. ધનિકોનાં ઘર એટલે મહેલ, કિંમતી ચીજો, નમૂનાની વસ્તુઓ, અપ્રાપ્ય અવશેષો વગેરેને મૂકવા માટે ધનિકાને ઘેર જુદા ખંડ હોય છે. માનપત્ર મેળવી આવેલા ચંદ્રકાન્તને પત્નીનું વલણ બહુ ગમ્યું નહિ. શુભ દિવસે આવા દેહની નશ્વરતા સંબંધી અપશુકનિયાળ વિચાર તેને કેમ આવ્યા છે તેને સમજાયું નહિ. સૌંદર્ય વિષાદ ઉપન્ન કરે ત્યારે વિશ્વના પાયા હાલી ગયા હોવા જોઈએ. ખંડમાં પ્રકાશ પાડી તેણે