પૃષ્ઠ:Divadi.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્ષ ઘર્ષણઃ ૪૫
 

ઉછેરેલો હતો, કારણ કે તેની બાલ્યાવસ્થામાં જ તેનાં માતાપિતા ગત થયાં હતાં.

રમેશને પોતાની દાદી પ્રત્યે અત્યંત સદ્દભાવ હતો અને રમેશ દાદીને મન આંખની કીકી કરતાં પણ વધારે કિંમતી હતો. રમેશને ભણાવવામાં તેમ જ તેને પરણાવવામાં દાદી હરકુંવર એકલાંની જ સહાય હતી. રમેશ નવા યુગનો હતો એ વાત ખરી, પરંતુ તેને નવી ઢબના પ્રેમી બનવાનું મહત્ત્વ પ્રાપ્ત થયું ન હતું.

માબાપ વગરના છોકરાનો વિવાહ હરિકુંવરે બાળપણથી કરી નાખ્યો હતો, અને સારું ભણતર ભણતા રમેશની સાથે વિવાહિત કન્યાનાં લગ્ન કરવામાં કન્યાનાં માબાપને કશો વાંધો પણ ન હતો. એટલે વગરહરકતે જૂની ઢબે, હરિકુંવરના અત્યંત આનંદ વચ્ચે રમેશનાં લગ્ન પણ થઈ ગયાં. એ લગ્નપ્રસંગે હરિકુંવરની આંખમાંથી પડેલાં હર્ષ અને શોકનાં આંસુ રમેશ કદી ભૂલી શક્યો ન હતો.

રમેશ ભણતો હતો ત્યારથી તેને દાદી સાથે વિચારભેદ તો રહ્યા જ કરતો હતો. દાદીની ચોખ્ખાઈનો આગ્રહ તેને માન્ય હતો; પરંતુ એ ચોખ્ખાઈમાં મુક્તિ અને ઈશ્વર મળવાના સંભવો તેને બહુ દેખાતા નહિ, અને દાદીની કડક અંઘોળમાં તેની બુદ્ધિ બહુ કામ કરતી નહિ. જમતાં પહેલાં નહાવું એ સમજી શકાય; પરંતુ નહાયા પછી સુતરને તાંતણે અડકાય તો કપડાં સાથેનો આખો દેહ કયા કારણે ભ્રષ્ટ બની જાય એ તેના ખ્યાલમાં આવતું નહિ. શાળામાં તે મુસલમાન અને અંત્યજ બધાંને અકડતો; પરંતુ અંત્યજને અડક્યાની તેણે દાદીને વાત કરી, અને દાદીએ તેને માથાબોળ કપડાં સાથે નવરાવ્યો ત્યારે એ સ્નાનથી કાયમની વિશુદ્ધિ મળી જાય અને અંત્યજને અડકીને ફરીથી નહાવું નહીં, એવી ઈચ્છા તેના મનમાં થઈ આવી !

નહાવાનું તો ચલાવી લેવાય; પરંતુ દાદીએ મુસલમાન અને ઢેડને સાથે બેસાડતા શિક્ષકો, શાળાઓ અને શાળાઓ ચલાવતી