પૃષ્ઠ:Divasvapna.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૧૧]

ગયા. ત્યાર પછી વિદ્યાર્થીઓ પોતે બનાવેલાં ચિત્રો લઈને આવ્યા. ને નમી નમીને દરેક ગૃહસ્થને એક એક આપ્યું. આખો એારડો વિદ્યાર્થીએાનાં ચિત્રો જોવામાં રોકાઈ ગયો હતો.

હવે ઈનામ આપવાનું કાર્ય હતું. દર વર્ષે ૧૨૫ રૂપિયા ઇનાંમના અપાતા હતા. હોશિયાર વિદ્યાર્થીઓ વચ્ચે તે વહેંચવાના હતા.

વિદ્યાધિકારી સાહેબ ઊભા થયા ને હમેશના રિવાજ મુજબ તેમણે બે બોલ કહેવા માંડ્યાઃ-

“આજના ઇનામનો મેળાવડો હું જુદી જાતનો લેખું છું. આ મારી બાજુમાં બેઠેલા ભાઈએ મને ઈનામની બાબતમાં નવો પાઠ આપ્યો છે. આ વખતના ૧૨પ રૂપિયાનાં હું જુદાં જુદાં ઇનામ નથી આપતો પણ એ નવો પાઠ આપનાર ભાઈને નામે શાળામાં એક વાચનાલય ઉઘાડું છું. દર વર્ષે આ ઇનામો વાચનાલયમાં જાય એવો હુકમ મેં ઉપરી સત્તા પાસેથી મેળવ્યો છે, એ જણાવતાં મને આનંદ થાય છે. ઇનામ વ્યક્તિગત આપવાથી વિદ્યાર્થીઓમાં અભિમાન અને નિરાશા થાય છે. ઇનામી રકમનો સૌને લાભ મળે એવી આ વ્યવસ્થા છે. મને ઇનામની નિરર્થકતા બતાવનાર અને આ સદ્પ્રયોગ બતાવનાર ભાઈનો હું અહીં જાહેરમાં આભાર માનું છું."

“આ પ્રસંગે જણાવી દઉં કે આ ભાઈ મારી પાસે ચોથા ધોરણનો અખતરો કરવા વર્ષ પૂર્વે આવેલા. હું તે વખતે તેમને વેદિયા ધારતો હતો. 'આવા ઘણા પડ્યા છે, ને કસોટીએ ચઢાવતાં ભાગી જશે.' એમ માની મેં તેમને પ્રયોગ કરવાની રજા આપી. મારે કહેવું જોઈએ કે મને તેમાં વિશ્વાસ ન હતો; પણ મારે કબૂલ કરવું જોઈએ કે તેમણે સફળ પ્રયોગ કર્યો છે. તેમણે મારા વિચારોમાં ફેરફાર કર્યો છે; અને મારા અંતરમાં મને સંભળાયું છે કે પ્રાથમિક શાળાની આ જૂની ઘરેડનો હવે અંત લાવવો