પૃષ્ઠ:Divasvapna.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૩]


મેં કહ્યુંઃ “અને ન થયા હોત તો પણ આ નાટકનું કામ તો ચાલ્યા જ કરત.”

ઉપરી સાહેબ: “પણ તમે આ પ્રયોગ કરો છો તેની મને તો જાણ જ ન કરી. ઘણું કરી હેડમાસ્તર કે બીજા શિક્ષકો પણ જાણતા નથી.”

મેં કહ્યું: “ખરી વાત છે. મેં જ તેમને વાત કરી નથી. તેમને મન આ બધું રખડવું-રઝળવું છે. તેઓ છમાસિક પરીક્ષા માટે લેસન કરાવવામાં પડ્યા છે.”

ઉપરી સાહેબ: “પણ તેમને ખબર તો પડે જ ને !”

મેં કહ્યું: “ના. અમે દર અઠવાડિયે ફરવા જઈએ છીએ ત્યાં રમત તરીકે આવું કરીએ છીએ. એક પછેડી હુ લેતો જાઉં છું એને અમે પડદો કરીએ છીએ; બે છોકરા તે પકડીને ઊભા રહે છે. એની એક બાજુ જોનારા ને બીજી બાજુ નાટકવાળા રહે છે.”

ઉપરી સાહેબ: “ શું કહો છો !”

મેં કહ્યું “એ જ કહું છું.”

ઉપરી સાહેબ: “વારુ ત્યારે, આપણે આપણી શાળાના બધા વર્ગમાં નાટકો દાખલ કરીએ. મોટા સાહેબને તો આ વાત બહુ જ ગમે છે. ખરેખર, નાટકો સુંદર થતાં હતાં ! આપણે પેલાં રેસિટેશન્સની કડાકૂટ કાઢી નાખીએ તો ?”

મેં કહ્યું: “મેં તો કાઢી જ નાખ્યાં છે ને ! આપ હવે કાઢો તો.”

ઉપરી સાહેબઃ “એમ જ કરીએ. સાહેબ પણ કહે છે કે Be damned cramming ! Yes; I also remember