પૃષ્ઠ:Divasvapna.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૪]


my days of cramming.[૧] પણ હું તો જરા બુદ્ધિશાળી છોકરો હતો એટલે આપણને તો આકરું નહિ પડતું, પણ બીજા બિચારા ગોખી ગોખીને મરી જતા હતા. Be damned ગોખણપટ્ટી ! [૨].”

હું મનમાં હસી રહ્યો હતો. “આજે મોટા સાહેબની પધરામણીથી ભારે કામ થયું ! અખતરામાં આ પણ એક અનુભવ !”

હું ઘેર જઈ સૂઈ રહ્યો.


 : ૨ :

છમાસિક પરિક્ષા માથે આવી હતી. અન્ય વર્ગમાં પુનરાવર્તન થઈ રહ્યું હતું. ઇતિહાસ, ભૂગોળ, ગણિત, ભાષા ફરી વાર ગોખાતાં હતાં - તાજાં કરાતાં હતાં. એક વાર તો છ માસનો અભ્યાસક્રમ પૂરો થઈ ચૂક્યો હતો. મારું પોતાનું ગાડું તો હજી કયાં ય દૂર હતું; અને પરિક્ષાની દૃષ્ટિએ વિચાર કરું તો તો હું ઘણો જ પાછળ હતો. આમ છતાં મારે મારા વર્ગની પરીક્ષા તો આપવાની જ હતી. હું પુનરાવર્તન કરાવવામાં વખત ગાળવાનો ન હતો. તે વખત મારે બચવાનો જ હતો. મારું શિક્ષણકાર્ય છેક સુધી ચાલવાનું હતું, કારણ કે મારા વર્ગમાં જે કાંઈ થતું હતું તેનું પુનરાવર્તન વિદ્યારોએ સ્વતઃ જ કર્યા કરતા હતા. પુનરાવર્તન સ્વયં થાય તેની યોજનાઓ પણ મેં યોજી હતી. દાખલા તરીકે અંતકડીની રમતમાં તેઓને કવિતાઓનું પુનરાવર્તન પુનઃ પુનઃ થયા જ કરતું હતું.


  1. નાપાક ગોખણપટ્ટી ! હા, મને પણ મારા ગોખણપટ્ટીના દિવસો બરાબર યાદ છે.
  2. ગોખણપટ્ટીનો નાશ થાઓ.