લખાણ પર જાઓ

પૃષ્ઠ:Doshimani Vato.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પણ અવે, બિછાનું પાણીને છોડીને બહુ આપે પછી રોજ ઉદરડી જયારે બહાર જાય ત્યારે ફૂલરાણી પંખી પારો આવે તે કરી આપે ને ખવરાવે. એમ કરતાં બેઉ જણાંનો જીવ મળી ગયો, ધીરે ધીરે પી. પાંખ સારી થઈ ગઈ. તો પણ પંખી રોજ ત્યાં જ રહેતું. ફૂલરાણીને છોડીને , એ જાય નહીં. એક દિવસ ઉંદરડી ક્યાંકથી નવાં નવાં લૂગડાંના કટકા ઉપાડી લાવી. ફૂલરાણીએ પૂછ્યું કે “આને શું કરશો? ઉંદરડી બોલી, “આ પહેરાવીને તને પરણાવશું. તારે માટે એક વર ગોતી , છે. આ મારો ભત્રીજો છછુંદરો જોયો છે ને? એ કેવો હોશિયાર છે! એનું ઘર તો , ઘરથી દસ ગણું મોટું, ને એના કોઠારમાં એટલું તો ખાવાનું છે કે એક વરસ સુધી નહીં. વળી રૂપાળો કેવો! આવું મજાનું મખમલ જેવું કાળું ચામડું તો કોઈ ઉંદરને ન હો અને એના શરીરની સુગંધ કેવી! અત્તર-ગુલાબ પણ કુચા.” ઉંદરડી મનમાં બહુ જ હરખાઈ ગઈ, પણ ફૂલરાણી તો માથે લૂગડું ઓઢીને , લાગી. ઉંદરડી ખિજાઈને બોલી, “ચૂપ કર! જો રોઈશ તો કાન ખચકાવી નાખી , સાંજ પડી એટલે ફૂલરાણી છાનીમાની બહાર નીકળી, ને પંખીભાઈની પાસે ગઈ બધી વાત સાંભળીને પંખીભાઈ બોલ્યો, “ચાલ, હું તને મારી પીઠ ઉપર બેસારીને આવી આઘે લઈ જાઉં'. પછી એને લઈને પંખી ઊડવા લાગ્યું. રાત પડી. આકાશમાં ચંદ્રમા ઊગતો હતો. પંખીભાઈ અને ફૂલરાણી એક બગીચા ઉપર થઈને જતાં હતાં. નીચે જ્યાં નજર કરે ત્યાં તો જોયું કે બગીચામાં એક ઠેકાણે અપરંપાર રૂપાળાં ફૂલ હતાં. કાન માંડીને સાંભળ્યું તો એમ લાગ્યું કે તે ઠેકાણેથી બંસીના સૂર આવે છે. ફૂલરાણીએ કહ્યું, “ચાલોને જોઈએ તો ખરાં કે ત્યાં શું થાય છે?” પંખીભાઈએ એને લઈને ધીરે ધીરે એક સુંદર ફૂલ ઉપર ઉતારી, ફૂલરાણીએ જોયું. તો બધાય ફૂલ ઉપર પોતાના જેવું જ એક પ્રાણી બેઠેલું. અને એ બધાંને પતંગિયાના જેવી રૂપાળી પાંખો. કોઈ બંસી બજાવે છે, કોઈ ગાયન ગાય છે, કોઈ નાચી રહ્યાં છે. લરાણીને જોતાં જ એ બધાં એની પાસે આવ્યાં ને બોલ્યા: “તમને અમારાં રાણીજી બનાવશું. તમે બધા કરતાં વધુ રૂપાળાં છો.” પછી બધાંએ એને માથે મુગટ પહેરાવી દીધો, અને નાની નાની બે રૂપેરી પાંખો એની કમર ઉપર ચોડી દીધી. આખી રાત બધાં રાણીજીની આસપાસ નાચ્યાં. પરોડિયું થયું ત્યાં તો રાણીજીને ઉપાડીને એ બધી પરીઓ પોતાને દેશ લઈ ચાલી. પંખીભાઈને પણ સાથે લઈ લીધો. 14

લોકકથા સંચય

ડોશીમાની વાતો
૧૪