પૃષ્ઠ:Doshimani Vato.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કરી રહ્યાં છે. પણ કે ઋષિ મહારાજે તો વાતોચીતો થાય. ને પોઢી જાવ". જય રૂપાળું સરોવર. કાંઠે લીલાં ઝાડ ઊભેલાં. પંખી બધાં કલ્લોલ કરી રહા કુંવરની ધીરજ તે કેમ રહે? એને એકલું ગમતું નહોતું. મનમાં થયું કે ઋષિ નકામી ના પાડી છે. આ ફળ ભાંગીને પેલી કન્યાને બહાર કાઢે તો વાતોચી. આનંદ પડે ને રાત નીકળી જાય. કુંવરે ફળ ભાંગ્યું. અંદરથી બલવતી નીકળી. રૂપ રૂપના ભંડાર, કવર : “રાણીજી! હું થાકી ગયો છું”. કન્યા કહે, “મારા ખોળામાં માથું રાખો, ને પોઢી માથું રાખીને કુંવર પોઢી ગયો. બલવતી તો એ, પોઢેલા પતિનું મોં જેની ને મનમાં મલકાતી જાય. એટલામાં એક લુહારની બાયડી બેડું લઈને ગામમાંથી પાણી ભરવા આવી બેલવતીને પૂછ્યું, “તમે કોણ છો, બાઈ! આ તમારે શું થાય?" બલવતી કહેઃ આ રાજકુમાર છે. એની સાથે મારાં લગ્ન થવાનાં." એ સાંભળતાં લુહારની બાયડીની દાનત બગડી. કપટ કરીને તે બોલી, “બાપ, તમે તો સુખિયાં છો. ભગવાન તમારું ભલું કરજો. હું તો અભાગણી માંદી મરું છું. મા. સાસુએ પરાણે પાણી ભરવા મેલી છે. અરેરે! હું આ તળાવમાંથી આખું બેડું શી રીતે બહાર કાઢીશ?" એમ કહીને એણે ખોટું ખોટું રોવા માંડ્યું. બલવતીને દયા આવી. એ બોલી: “બહેન, લ્યો હું તમને બેડું ભરી આવી દઉં , એમ કહીને, પોતાના સ્વામીના માથા નીચે રેશમી લૂગડાં મૂક્યાં, ને બેડું લઈને તળાવમાં ઊતરી. લુહારની બાયડી છાનીમાની પાછળ પાછળ ગઈ, ને બેલવતી જ્યાં પાણી ભરવા જાય, ત્યાં તો એક ધક્કો માર્યો, એટલે બેલવતી તળાવમાં ડૂબી ગઈ. લુહારની બાયડીએ આવીને રાજકુંવરનું માથું પોતાના ખોળામાં લઈ લીધું. રાજકુંવર જાગીને જુએ છે ત્યાં તો રૂપાળી બલવતીને બદલે કદરૂપી, કાળી કાળી બાઈ બેઠી છે. એના મનમાં થયું કે “અરેરે ! ઋષિ મહારાજનું કહેવું ન માન્યું. રસ્તામાં બેલવતીને બહાર કાઢી, એટલે જ બલવતીનું રૂપ ફરી ગયું લાગે છે. પણ હવે શું થાય? હાય! હાય ! મેં શા માટે આ ફળ રસ્તામાં ભાંગ્યું?” એને લઈને કુંવર દેશમાં ગયો. ત્યાં એની સાથે પરણ્યો. કુંવરને શી ખબર કે આ બેલવતી નહીં પણ લુહારની બાયડી છે! આમ કરતાં કરતાં ઘણા દિવસ વીતી ગયા. ઈશ્વરને કરવું છે, તે સાતેય ભાઈઓ એક દિવસ શિકાર કરતા કરતા એ જ તળાવની પાળે આવ્યા, જ્યાં બેલવતીને ધક્કો દઈને એ પાપણી બાઈએ ડુબાવેલી. તળાવની અંદર જોયું તો એક કમળનું ફૂલ ઊઘડેલું! ઓહો! કેવો રાતો રંગ! કેવી મીઠી સુગંધ! એવડું મોટું કમળ તો ક્યાંય ન હોય. એને જોઈને નાનો કુમાર કહે, “ગમે તેમ થાય, પણ મારે એ કમળ જોઈએ”. લોકકથા સંચય

16

ડોશીમાની વાતો
૧૬