પૃષ્ઠ:Doshimani Vato.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દેડકો સોનબાઈની સાથે એને ઘેર ગયો. જઈને ગોળામાં જ્યાં બાકોરું હતું ત્યાં ભરાઈને બેઠો. પછી સોનબાઈએ પાણી રેડવું. આખો ગોળો ભરી દીધો. પાણીનું ટીપ દેડકાએ બહાર નીકળવા દીધું નહીં. ભાભીએ દાંત ભીંા. ત્રીજો દિવસ થયો. ભાઈઓ કામે ગયા. સોનબાઈને બોલાવીને બીજી ભાભી ક ‘‘લ્યો, આ કમોદ. ગણીને દાણા દઉં છું. જાવ, કમોદ ખાંડીને ચોખા કાઢી આવો. એકય દાણો ઓછો થાશે, કે એકેય દાણો ભાંગશે તો જીવ કાઢી નાખશું. ઝાડ હેઠળ જઈને સોનબાઈ બેઠી બેઠી આંસુ પાડે છે. ત્યાં તો અપરંપાર ચકલ્યાં. આવી પહોંચ્યાં. ચકલ્યાં કહે, ‘નાની બહેન, રડે છે શું કામ?' સોનબાઈ કહે, “ભાભીએ કમોદ ખાંડવા દીધી છે, એકેય દાણો ભાંગે કે એકેય દાણો ઘટે, તો ભાભી જીવ કાઢી નાખે. 20 ચકલ્યાં કહે, “અરે એમાં તે શું!' એમ કહીને બધાં ચકલ્યાં વળગી પડ્યાં. ઘડીવારમાં તો બધા દાણા ફોલાઈ રહ્યા. એકેય દાણો ભાંગ્યો નહીં. દાણા લઈને સોનબાઈ ઘેર આવી. ભાભી કહે, “રાંડ, એક દાણો ઓછો થાય છે. તું ખાઈ ગઈ હઈશ. જા, લઈ આવ લીધા વિના આવીશ નહીં.’ સોનબાઈ ઝાડ હેઠળ જઈને રોવા લાગી. ચકલ્યાં દોડી આવ્યાં. સોનબાઈએ બધી વાત કરી. ચકલ્યાં કહે, “ભાઈઓ, તપાસો સહુ પોતપોતાના મોઢાં.’’ એક બુઢી ચકલીની ચાંચમાં એક ચોખાનો દાણો રહી ગયેલો. સોનબાઈ એ દાણો લઈને ઘેર ગઈ. દાણો ભાભીને દીધો. ભાભીએ દાંત ભીંસ્યા. ચોથો દિવસ થયો. ભાઈઓ કામે ગયા. સોનબાઈને બોલાવીને ત્રીજી ભાભી કહે કે, “જા, આ એક ગાંસડી લૂગડાં ધોઈ આવ. બગલાની પાંખ જેવાં ઊજળાં કરીને લાવજે, નહીં તો જીવ કાઢી નાખીશ.' એક ગાંસડી લૂગડાં લઈને સોનબાઈ નદીકાંઠે જઈ, બેઠી બેઠી આંસુ પાડવા લાગી. એને રોતી જોઈને અપરંપાર બગલાં આવ્યાં. બગલાં કહે, “નાની બહેન! શું કામ રડે છે?’’ સોનબાઈ કહે, “ભાભીએ ગાંસડી એક લૂગડાં દીધાં છે. બગલાંની પાંખ જેવાં ઊજળાં કરવાનું કહ્યું છે, નહીં તો ભાભી જીવ લેશે.’’ બગલાં બોલ્યાં: ‘એમાં શું? ચાલો ભાઈઓ, લઈ લ્યો અકેક લૂગડું; ધોઈ નાખો.’’ થોડી વારમાં તો લૂગડાં બગલાંની પાંખ જેવાં ઊજળાં ધોવાઈ રહ્યાં. લઈને સોનબાઈ ઘેર ગઈ.

લોકકથા સંચય

ડોશીમાની વાતો
૨૦