પૃષ્ઠ:Doshimani Vato.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કરતું વિમાનને આકાશમાં હાંકી મૂક્યું. પેલી રાણી દોડતી દોડતી બહાર આવી ને મો પાડવા લાગી, ‘ઓ રાજા! ઓ મારા સ્વામીનાથ!' પણ કોણ જવાબ આપે? માંડ માંડ હાથમાં આવેલો રાજા હવે તો ગયો, ફરી મળવાનો નથી, એમ માનીને રાણી હિંમત હારી બેઠી, રખડતી રખડતી એક સરોવર ઉપર જઈને ઊભી. અંદર ૫ડીને મરવા જાય છે ત્યાં તો અંદર હંસનાં બે બચ્ચાં બેઠેલાં જોયાં. એ બચ્ચાં માનવીની વાચામાં કહેવા લાગ્યાં કે “બહેન, આ સરોવરમાં અમે તને આપઘાત કરવા નહીં દઈએ. જો પેલા અમારા માબાપ આવે. એમને પૂછીને પડજે”. હંસ અને હંસલી આવ્યાં. રાણી બોલી, ‘હે રાજહંસ, હવે મને મરવા દો, મારા પતિ વિના હું શીદને જીવું ?” હંસ-હંસણી બોલ્યાં, હે દુઃખિયારી રાણી! તારો રાજા હજુ જીવે છે, તે ક્યાં છે એની અમને ખબર છે. અમારી પીઠ ઉપર બેસી જા, અમે તને એ દેશમાં ઉતારી દેશું’. રાણી હંસની પીઠ ઉપર બેઠી. હંસ-હંસણી ઊડ્યાં. મોટા મોટા ડુંગર અને મોટા દરિયા વળોટીને ગાંધર્વલોકમાં પહોંચ્યાં. રાણીને ત્યાં ઉતારી. હંસ બોલ્યો, ‘રાણી બહેન! સાંભળો. આંહીં એક ગાંધર્વ છે, એને એક દીકરી હતી. તે ઘણાં વરસો થયાં ખોવાઈ ગઈ છે. તમે ત્યાં જજો ને કહેજો કે હું તમારી દીકરી છું'. પછી તે તમને નાચગાન શીખવશે ને ઇંદ્રની સભામાં લઈ જશે, ઇંદ્ર ભગવાનને તમારા નાચથી રાજી કરજો અને એ વરદાન આપે ત્યારે તમારા પતિની માગણી કરજો. તમારા પતિને હરણ કરી જનારી અપ્સરા પણ ત્યાં જ હશે'. એમ કહીને હંસ–હંસણી ઊડી ગયાં. રાણી ગાંધર્વ પાસે ગઈ. રાણી કહે “બાપુ! મને ઓળખો છો?’ ગાંધર્વ કહે, “તું કોણ?’ રાણી કહે, “હું તમારી દીકરી.’’ પછી ગાંધર્વે નામ-નિશાન પૂછી જોયાં તો બરાબર વાત મળતી આવી. ગાંધર્વ બિચારો દીકરીને જોઈ ગાંડો ગાંડો થઈ ગયો. દીકરીને નાચગાન શીખવવા મંડ્યો. થોડા દિવસમાં તો રાણી બહુ જ સરસ કળાઓ શીખી ગઈ. પછી ગાંધર્વ પોતાની દીકરીને ઇંદ્રની સભામાં લઈ ગયો. એના મનમાં એમ કે મારી દીકરીને સારાં નાચગાન કરાવીને ઇંદ્રની મહેરબાની મેળવી લઉં. સહુથી સરસ નાચ કરનારી પેલી અપ્સરા હતી. એ અપ્સરા નાચે છે અને ગાંધર્વ વાજિંત્ર બજાવે છે. ગાંધર્વ જાણી જોઈને વાજિંત્ર તાલ બહાર વગાડતો ગયો, એટલે અપ્સરાનો નાચ ખરાબ થવા માંડ્યો. ઇંદ્રનું મન બહુ જ નારાજ થયું. ડોશીમાની વાતો

41

ડોશીમાની વાતો
૪૧
 
લોકકથા સંચય૪૧