પૃષ્ઠ:Doshimani Vato.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

42 પછી ગાંધર્વે રાણીને હાજર કરી નાચ કરાવ્યો. એવો તો અલોકિક નાથ ! કહે, ‘‘બેટા! માગ, માગ! રાણી બોલી, ‘માગું મારા સ્વામીનાથને!' ઈંદ્ર કાંઈ સમજી શક્યા નહીં. પછી રાણીએ પોતાની આખી કથની કહી સંબ પેલી અપ્સરાને પણ ઓળખાવી. પણ ઇંદ્રે કોપ કરીને અપ્સરાને પૂછ્યું, “સાચી વાત? અપ્સરા શ૨માઈને નીચું જોઈ ગઈ. ઇંદ્રે શાપ દીધો કે “હે નિર્દય મનની અપ્સરા! જા તું મૃત્યુલોકમાં જન્મજે. તને તારા પતિનો વિયોગ થશે. રાજાને કચેરીમાં હાજર કર્યો, ઇંદ્ર મહારાજે રાજા-રાણી બેઉને આશીર્વાદ દીધા, ઘણી ઘણી ભેટો આપી, અને વિમાનમાં બેસાડીને એમને ગામ મોકલી દીધાં.

લોકકથા સંચય

ડોશીમાની વાતો
૪૨
 
લોકકથા સંચય૪૨