પૃષ્ઠ:Doshimani Vato.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઘુરઘુરીએ ગૌરીને એ કામ દીધું, ઓહોહો! કેટલાં બધાં પીછાં! રાતાં, લીલાં આસમાની ને સોનેરી. એવાં પીછાંવાળાં પંખી ગૌરીએ ક્યાં જોયાં હતાં? પીછાંનો ભારો આઘે નાખીને રાજકુમારી રોવા લાગી. ત્યાં તો ભારાની અંદર ખડખડાટ શેનો થયો? ગૌરી જુએ તો અંદરથી પ્રતાપ નીકળ્યો. નીકળીને એણે પોતાની લાકડી પીછાં ઉ૫૨ ફેરવી. જોતજોતામાં તો રંગરંગનાં પીછાંની નોખી નોખી ઢગલી બની ગઈ, પ્રતાપ અલોપ થઈ ગયો. સાંજે આવીને ઘુરઘુરી જુએ ત્યાં તો પીંછાં બરાબર ગોઠવેલાં! એની ખીજનો તો પા૨ નહીં. વળી પાછી એ તો દોડી પેલી ડાકણ પાસે. ત્યાંથી એક નાની પેટી લઈ આવી ગૌરીને કહે કે “આ પેટી મારે ઘેર મેલી આવ. જોજે, એને તાળું નથી દીધું. રસ્તામાં ખબરદાર રહેજે; કોઈ ખોલે નહીં’’. એના મનમાં થયું કે પેટી ઉઘાડવાની ના પાડી છે એટલે નક્કી ગૌરી પેટી ઉઘાડવાની ને ઉઘાડશે એટલે ખબર પડશે! મોટા ખેત૨માં થઈને ગૌરી ચાલી. રસ્તામાં થયું કે, લાવને, પેટી ઉઘાડું, અંદર શું છે? ઉઘાડે ત્યાં તો અંદરથી ટીડડાં જેવાં અપરંપાર નાનાં નાનાં માણસો નીકળી પડ્યાં. કોઈના હાથમાં ઇસરાજ, કોઈએ લીધેલી સારંગી, કોઈની પાસે સતાર, ને કોઈ વગાડે વાંસળી. નાચતાં નાચતાં ને ગાતાં ગાતાં બધાં નીકળતાં જ જાય. રાજકુમારીને તો ખૂબ મજા પડી. પણ થોડીવારે એને ભાન આવ્યું. હવે આ બધાંને પાછાં પૂરવા શી રીતે? દડ દંડ એની આંખમાંથી પાણી ઝરવા મંડ્યાં. એને પ્રતાપ સાંભર્યો. એ બોલાવવા લાગી, પ્રતાપ! ઓ પ્રતાપ!’ ત્યાં તો લીલા પોશાકવાળો પ્રતાપ હાજર થયો. પોતાની લાકડી અડાડીને એણે બધાંય નાનાં માણસોને પાછાં પેટીમાં પૂર્યાં. ઘુરઘુરીનો લાગ કેમેય કરીને ફાવે નહીં. એના મનમાં થયું કે ગમે તેમ કરીને આને મારી નાખવી જોઈએ. નોકરોને કહીને એણે બાગમાં એક કૂવો કરાવ્યો ને એના ઉપર પથ્થર ઢાંક્યો. ગૌરીને લઈને એ પથ્થર આગળ આવી. પથ્થર ઊંચો કરીને ગૌરીને ધક્કો માર્યો. ગૌરી કૂવામાં પડી, એટલે પાછો પથ્થર ઢાંકી દીધો. કૂવામાં માટી પોચી હતી, એટલે ગૌરીને વાગ્યું નહીં પણ ચોમેર ઘોર અંધારું. એણે પોતાની દાઈમાને બૂમ પાડી. પણ કોણ સાંભળે? રડતી રડતી રાજકુમારી જમીન પર જ ઊંઘી ગઈ. ઊંઘમાં એ સ્વપ્ન જોવા લાગી. જાણે પરીઓની રાણી આવીને એના કાનમાં કહે છે કે “આ જ તારી કબર, રાજકુમારી! હવે તારું મન હોય તો અમારે દેશ તેડી જાઉં’. ગૌરી આ સાંભળીને ઝબકી ઊઠી. ચારેય તરફ જાણે જમીન ધ્રૂજતી હતી. ધીરે ધીરે ભીંતમાંથી એક બાંકોરું પડ્યું. એ બાકોરામાંથી ગૌરીએ જોયું તો પરીઓનો દેશ! ચંદ્રમાના અજવાળાથીયે ઊજળું તેજ ચળકી રહ્યું છે એવો પેલો કાચનો મહેલ. એ મહેલને દરવાજે પરીઓ હાથમાં લની માળા લઈને ઊભેલ છે. બધીએ મળીને ગૌરીને ફૂલથી શણગારી. પછી એ રાજકુમારીને રાણીજી પાસે તેડી ગઈ. 60

લોકકથા સંચય

૬૦
લોકકથા સંચય