પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


મારી વાત પૂરી થઈ છે. પણ તમે કેમ આમ ગભરાયા જેવા દેખાઓ છો. તમે શું મને દુઃખી ધારો છો? ના, ના, મારે શું દુ:ખ છે? ઘેર સૌભાગ્યવતી સતી છે, છોટુ ભણે છે, ઓરમાન મા છે છતાં બન્ને કોઇ વાર લડતાં જ નથી, છોટુ હૉસ્ટેલમાંથી ઘેર બહુ નથી આવતો, મને સરકારી નોકરી છે, પગાર છે, સાહેબની મહેરબાની છે, નોકરીનાં વરસો મળ્યે જાય છે, અને ધૈર્ય તો એવું કેળવાયું છે, કે અસહકાર શું અસહકારનો બાપ આવે, પણ મારા હૈયાનું રૂંવાડું પણ ફરકે નહિ !

૫૮