પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉપોદ્‌ઘાત

ટૂંકી વાર્તાની ઉત્પત્તિ આધુનિક યુગમાં અને અમેરિકામાં મનાય છે. ખરી રીતે જોતાં ટૂંકી વાર્તા શ્રી. આનન્દશંકર ધ્રુવ કહે છે તે પ્રમાણે “કોઇક કોઈક રૂપે તો બહુ પ્રાચીનકાળથી સર્વ દેશોમાં જાણીતી છે."*[૧] મિ. એ. સી ઉવૉર્ડ ટૂંકી વાર્તાનાં બધાં પ્રશસ્ત લક્ષણો જીસસ ક્રાઈસ્ટની ઉપદેશકથાઓમાં જુએ છે અને તેમાંથી તારવેલાં લક્ષણો ઉપરથી આધુનિક ઈંગ્લીશ અને અમેરિકન ટૂંકી વાર્તાનું વિવેચન કરે છે. ×[૨] આપણા દેશની પ્રાચીન વાર્તાઓ ધ્યાનમાં લઇએ તો તેમાં પણ ટૂંકી વાર્તાઓનાં વિવિધ રૂપ જણાઇ આવશે. સંસ્કૃત સાહિત્યમાં ‘કથાનક’ શબ્દ કથાનું ટૂંકું રૂપ સૂચવે છે.

વાર્તાઓનો તુલનાત્મક અભ્યાસ કરનાર કેટલાક વિદ્વાનોનો એવો પણ મત છે, કે બાઇબલમાં અને યુરોપમાં પ્રચલિત થયેલી ઘણી ટૂંકી વાર્તાઓનાં મૂળરૂપ હિંદુસ્તાનની ટૂંકી વાર્તાઓ છે.÷[૩] ધર્મના અમુક મુદ્દાઓ ઉપર ટૂંકી વાર્તાઓ લખવી એ જૈન અને બૌદ્ધ સાધુઓની એક વિશિષ્ટ પ્રવૃત્તિ હતી એ હકીકત તો સાહિત્યના અભ્યાસીઓ જાણે છે.+[૪] પણ આજે


  1. *'વસન્ત ' વર્ષ ૧૪; અંક ૧, પૃ. ૩
  2. × Aspects of the Modern Short Story by Alfred C. Ward, યુનિવર્સિટી ઑફ લન્ડન પ્રેસ ૧૯૨૪. પૃ. ૧૩–૧૪. જુઓ ઉપોદ્ધાત પૃ. ૧૮ ટિપ્પણ.
  3. ÷ આ વિષયની વિગતવાર માહિતી મેળવવી હોય તેઓએ કથાસરિત્સાગરના ટૉનોના અંગ્રેજી અનુવાદની હમણાં ફરી પ્રસિદ્ધ થયેલી આવૃત્તિનાં પુસ્તકોની પ્રસ્તાવના અને નોંધો વાંચવી.
  4. + હેમચંદ્ર કાવ્યાનુશાસનમાં કાવ્યના પ્રેક્ષ્ય અને શ્રવ્ય એવા વિભાગ કરી શ્રવ્ય કાવ્યના મહાકાવ્ય, આખ્યાયિકા, કથા, ચમ્પૂ અને અનિબદ્ધ એવા પાંચ પ્રકાર જણાવી કથાની ચર્ચામાં અનેક કથા-