પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
१૦

ગુજરાતીમાં જે ટૂંકી વાર્તાઓ લખાય છે તે શ્રી. નરસિંહરાવ કહે છે તે પ્રમાણે, “અંગ્રેજી સાહિત્યમાંથી આપણા સાહિત્યમાં થોડાંક વર્ષોથી પ્રવેશ પામી છે ”;× જો કે પ્રાચીન સાહિત્યના નવીન દૃષ્ટિએ થતા આજના અભ્યાસયુગમાં પ્રાચીન વૈદિક–જૈન–બૌદ્ધ શૈલીના અભ્યાસથી ઉપજતા નમૂના પણ પ્રકટ થતા જાય તો એ સ્વાભાવિક ઘટના ગણાય. બુદ્ધના ઉપદેશમાં ગુંથાએલી કથાઓની શૈલીમાં કેટલીક મોહક સરલતા છે જેનો ઉપયોગ આવડત હોય તો, આજનો કથાકાર પણ કરી શકે.

શ્રી. નરસિંહરાવ કહે છેઃ

“ટૂંકી વાર્તાની ઉત્પત્તિ હાલના ધાંધલિયા જમાનાના ઉતાવળિયા સ્વભાવમાં શોધવી પડશે. જે ઉતાવળિયા વૃત્તિ લાંબાં લાંબાં લખાણો વાંચવા જેટલી ધીરજ નથી ખમતી અને વર્તમાનપત્રોમાંના અગ્રલેખોમાં પણ ટૂંકાણને પસંદ કરે છે, તે જ વૃત્તિ લાંબી લાંબી વાર્તાઓ વાંચવામાં કાળ, શ્રમ અને ધ્યાન પરોવવાની સ્થિરતાથી વિમુખ રહે છે. આગગાડી, વીજળીની ગાડી અને એરોપ્લેનના જમાનામાં બીજું શું સંભવે ? ઉદ્યોગની ધડાધડીમાં મશગુલ માણસોને લાંબાં ભાષણો પણ કંટાળો આપે છે તે પણ આ નમૂનાનો જ રોગ છે." ×[૧]

ટૂંકી વાર્તાની ઉત્પત્તિ વિશે શ્રી. નરસિંહરાવનો આ મત ઘણા માને છે. આજના જમાનામાં માણસનું મન, કાર્યના અને ભોગના એટલા વિવિધ વિષયો ખેંચે છે કે તે દરેક બાબતમાં ટૂંકાપણાની


    પ્રભેદો જણાવે છે, જેમાં આખ્યાન, નિદર્શન, પ્રવહિ‌લકા, મન્થલી, મણિકુલ્યા ખંડકથા અને ઉપકથા આદિ નામો આવે છે. આમાં નિદર્શનના ઉદૃાહરણરૂપ પંચતન્ત્રનું નામ આપ્યું છે. પંચતન્ત્ર એ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. ખંડકથા, ઉપકથા આદિ પણ કથાનાં નાનાં રૂપો જણાય છે. જુઓ કાવ્યાનુશાસન, અ. ૮

  1. × શ્રી. લલિતમોહન ગાંધીના કલ્પના-કુસુમોનોઉપોદ્‌ધાત પૃ. ૭