પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મુકુન્દરાય


બીજું કાંઇ મળતું નહોતું. પણ ભજિયાં કર્યો છે."

ઉપરી અમલદાર તાબેદારનો ખુલાસો સ્વીકારતો હોય એવા અવાજે મુકુન્દ્દે કહ્યું: “ ઠીક ત્યારે; શેનાં કર્યા છે ? ”

"કોળાનાં. ”

મુકુન્દને આ અસહ્ય લાગ્યું. તેણે ચાખવા જેટલી રાહ જોઇ હાત તો તેને અને તેના મહેમાન મિત્રોને સમજાત કે શહેરનાં ભજયાંથી આ કોઇ રીતે ઊત્તરે તેવાં નહોતાં, પણ તેને તેા કોળાનું નામ જ ખરાબ લાગ્યું. તેનાથી મોટા અવાજે બોલી જવાયું: "કોળાનાં તે કાંઇ ભજિયાં કહેવાય ! ”

ગંગાને ઘણું ઓછું આવ્યું. તેણે કાંઈ જવાબ ન આપ્યો. મુકુન્દને પણ પોતાની પ્રતિષ્ઠા માટે એ જ જોઈતું હતું. બહેનના સામું પણ મુકુન્દે જોયું નહિ. તેણે થાડી વાર રોષભર્યાં મોંએ ખાધા કર્યું અને પછી મિત્રો સાથે શહેરના સિનેમા, પાર્ટી વગેરેની વાતો કાઢી તેમનું મનરંજન કરવા માંડ્યું. મુકુન્દરાયને અગ્રેજી ભણેલા તરીકે સ્ત્રી માટે માન પણ ન હોય એ વાંચનાર કદાચ માનવા તૈયાર નહિ હોય. પણ હું એમ ક્યાં કહું છું ? મેં તો પહેલેથી જ જણાવ્યું છે કે મુકુન્દરાયને સ્ત્રી માટે માન હતું, એ તરફ ધણો સારો આદરભાવ રાખવા માટે તેના મિત્રો તેના તરફ ઘણો આદરભાવ રાખતા. પણ સ્ત્રીઓ એટલે કઈ સ્ત્રીઓ ? જેમના તરફ સ્ત્રીભાવ થઈ શકે તે સ્ત્રીઓ, અને સ્ત્રીનો એક અર્થ પત્ની પણ થાય છે: ઘણી વાર અનેક અર્થોમાંથી એક જ અર્થ હૃદય અને કાર્યમાં ઊતરવા પામે છે.

સવારે ટપાલ સંબંધી થયેલ વાતચીત મુકુન્દને કહેવાને રઘનાથ ઘણા વખતથી રાહ જોતા હતા. પણ તેને વાતનું

૮૯