પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


સ્પિરિટ નાખતાં આખી બાટલી સળગી. એ તો સારું થયું કે આસપાસથી માણસોએ આવીને આગ બુઝાવી.

બહેન : હા. આપણા ઘરમાં આવું બનતાં બનતાં રહી ગયેલું તે તમને ખબર છે?

હું : હા. મને ખબર કેમ ન હોય ? પણ તને એની ક્યાંથી ખબર ?

બહેન : વાહ ! આપણા નોકર ડાહ્યલો નવો નવો રાખેલો, તે પણ એવી રીતે સળગતા સ્પિરિટમાં સ્પિરિટ નાખવા જતો હતો. પણ હું પાસે ખેઠેલી તે મેં હળવે રહીને તેના હાથમાંથી બાટલી જ લઈ લીધી. જો ઉતાવળી બોલું તો કદાચ ચમકીને એકદમ સ્પિરિટ નાખી દે.

હું: અરે ગાંડી, એ તો હું ત્યાં બેઠા હતો અને મેં જ એના હાથમાંથી બાટલી લઇ લીધી'તી, અને પછી મેં તમને બધાંને સમજાવ્યું કે-

બહેન : લો, રાખો રાખો. એટલું અમે નહિ સમજતાં હોઇએ? મેં ચંદ્રકાન્તમાં વાંચેલું કે કર્ણ નિશાન પાડવા પાછે પગલે જતો હતો અને ત્યાં પછવાડે કૂવો આવ્યેા. જો એક પગલું પાછા ખસત તે કૂવામાં પડત. કર્ણના માણસે બોલ્યા ચાલ્યા વિના પેલું નિશાન જ તાડી પાડ્યું, અને એવી રીતે તરત-બુદ્ધિથી કર્ણને બચાવ્યો. ત્યારથી હું સમજતી કે એવે વખતે બૂમ ન પાડવી. પણ જાતે જ તે સ્થિતિમાં ફેરફાર કરી કાર્ય અટકાવવું.

હું: ઓ હો। હો ! શું શાસ્રજ્ઞાન છે! ચંદ્રકાન્તમાંથી દાખલો આપ્યો એટલે જાણે થઈ ગયું ! એ તા ડાહ્યલાના