પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
એક પ્રશ્ન


ગૌરીઃ કોણે કેમ? મેં લીધી'તી. તે દિવસે બા અને તમે બહાર ગયાં હતાં. હું ધરમાં એકલી હતી. અને મોટાભાઈને માટે ચ્હા મૂકવાનું કહેલું અને હું ઓચિંંતી જઇ ચઢી. ત્યાં તો એવકૂફ બાટલી હાથમાં લઇને સળગતામાં રેડવા જતો હતો.

હું : જો ન્યાયાધીશ થયાં છે પોતે. આમ તેમ કરીને પોતાને માન ખાટવું છે. અને બીજાની વાતો ખેાટી કરવા બધાની ગેરહાજરી બતાવવી છે.

ગૌરીઃ મેં ક્યારે કહ્યું હતું કે હું ન્યાયાધીશ છું? હું તો પહેલેથી જ પક્ષકાર હતી.

હીરા : કાંઈ નહિ. ત્યારે મોટાભાઇને બોલાવો. હવે આનો ફડચો તો કરવા જોઈએ.

હું : હા; મોટાભાઇને બોલાવો.

હીરા : મોટાભાઇ, જરા આમ આવશો ?

મોટાભાઇ: કૅમ, છે શું ? સુખે પેપર પણ નહિ વાંચવા દો ?

હીરા : તે અમારે પણ પેપર વાંચતાં જ મુશ્કેલી આવેલી છે માટે બોલાવીએ છીએ.

મોટાભાઇએ આવીને કહ્યુંઃ ઓહો! આ કોલાહલ શો ? યુરોપનું યુદ્ધ ભજવો છો કાંઇ ?

હીરા : હા ! લગભગ યુદ્ધ જેટલા પક્ષકારો થઇ ગયા છે. એક બે ખૂટતા હશે.

મોટાભાઈ : લ્યો ત્યારે હું પણ પક્ષકાર ચાઉં. એટલે શું છે ?

હીરા : ના; આમાં તો ન્યાય કરવો પડશે. પક્ષકાર થયે