મી. ભિડે: "તો કાંઇ નહિ. વધારે જુવાન તો હતી જ. એતો એ જ કારણ."
મેં આગળ ચલાવ્યું: ‘કોર્ટે પોલીસ તપાસના કાગળો જોયા તો તેમાં કાંઇ કારણ બતાવેલું નહોતું. કોર્ટે પૂછ્યું કે એ ઇન્સ્પેક્ટર કેમ જુબાની આપવા નથી આવ્યા, તો જવાબ એવો આપ્યો કે તે ક્યાં છે તેની ખબર નથી. પછી કોર્ટે બન્ને તહેામતદારને પૂછ્યું કે તમારે કાંઇ ઉલટ તપાસ કરવી છે ? બેમાંથી કોઇ બોલ્યું નહિ. કોર્ટે બન્નેનાં મોં ખુલ્લાં કરવા કહ્યું તે પણ તેમણે ન કર્યું. શિકારનો શોખીન જડજ ઉતાવળો થતો હતો તેણે મારા તરફ જોયું. તેમને અનુકૂળ થવા મેં કહ્યું: “શી જરૂર છે ? ” કોર્ટે કહ્યું: “પણ નં. ૨ ની તહોમતદારણ સમજુ છે કે કેમ તે માટે જોવું છે. જો તે સમજુ હોય તો કદાચ મારે છેવટે તેને છેડી મૂકી સાક્ષી તરીકે લેવી પડે. મેં કહ્યું: “ તહેામતદારોનો જવાબ લેવાનું થાય ત્યારે જોઈશું. ” પછી મેં જ બાઇઓને પૂછ્યું: “તમારે કાંઈ પૂછવું છે ? ” બન્નેએ માથાં ધુણાવ્યાં. ‘ઉલટ તપાસ નથી ’ લખી કામ આગળ ચાલ્યું.
"બીજો સાક્ષી ડૉક્ટર ગિરજાશંકર પ્રાણશંકર મહેતા હતો. તેણે પ્રથમ મરનારના શરીર ઉપરની ઈજા સંબંધી ગુનાની રાતે કરેલી તપાસનો રિપોર્ટ રજૂ કર્યાં. પછી ત્રણ દિવસ પછી મરણ બાદ કરેલી તપાસનો રિપોર્ટ, પોસ્ટ મેાર્ટમ રિપોર્ટ, રજૂ કર્યો. કોર્ટે તે ઉપરની સહી જોઇને પૂછ્યું: “આના ઉપર સહી જી. પી. જોશીની છે તે કોણ ?"
જવાબઃ “ એ મારા પહેલાંના ડૉક્ટરે કરેલા રિપોર્ટ છે. તે જા લીધા સિવાય ચાલ્યા ગયા છે અને તેમના પત્તો