પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


‘એક સ્વપ્ન’ એ લગ્નના મિથ્યાવાદનો પ્રતીકરૂપે તિરસ્કાર છે. કેટલાંક યુવકયુવતી, લગ્નમાંથી બંધનને નામે વફાદારી, પ્રજા વગેરે સર્વનો બહિષ્કાર કરવા ઇચ્છે છે, એ લગ્નની મિથ્યા નિર્જીવ વિડંબના છે એ ત્યાં વકતવ્ય છે. એમાં સૌંદર્ય કલા કે આનંદ કશુંય નથી.

‘જગજીવનનું ધ્યેય’ અને ‘ઉત્તર માર્ગનો લોપ’ એ વાર્તામાં પણ સ્ત્રીપુરુષસંબંધ વાર્તાના વસ્તુરૂપે આવે છે પણ વક્તવ્ય જરા જુદું છે. જગજીવન સામાન્ય રીતે સારો માણસ છે, સાધારણ માણસ કરતાં કંઈક વધારે સારો છે, તે પોતાની પરિસ્થિતિને પોતાની શક્તિ પ્રમાણે સમજે છે, અને તેમાં ઉન્નતિ મેળવવા અમુક ધ્યેય નક્કી કરે છે. ધ્યેય એ એક રીતે ધર્મભાવનાનું મૂર્ત સ્વરૂપ છે. જીવનમાં ધર્મનું ખરું પ્રયોજન તો માણસનો અહંકાર ભેદી તેને વિશાળ અને ઉન્નત કરવાનું છે, પણ માનવ જાતિના આખા ઇતિહાસમાં ધર્મને લીધે ઊલટી અહંકારની એક વધારે ગાંઠ બંધાય છે, અને તેનાથી અનેક અનર્થો, ઉત્પાતો થાય છે. જગજીવનને પણ એમ થાય છે, લીધેલા ધ્યેયને તે જડતાથી વળગી રહે છે, તેને ઐહિક મોટાઈનું સાધન બનાવે છે અને તેની ખાતર ક્રૂર બને છે તેની તેને ખબર રહેતી નથી. અને છેવટે તે જરા પણ ઉન્નત તો નથી જ થયેલો હોતો! માનવસુલભ કામાકર્ષણ આગળ તે નમી પડે છે અને તેમાં પણ પારકી મોટાઈના લાભ લેવા ઈચ્છે છે! સ્પષ્ટ થયું હશે કે આ આખી વાર્તામાં ધ્યેય રાખવા સામે કશું જ કહેવાનું નથી. જે કંઈ કહેવાનું છે તે માનવ જડતા સામે છે.

ઉપરની વાર્તા જેમ ધ્યેય વિરુદ્ધની નથી, તેમ ‘ઉત્તર માર્ગનો લોપ’ બ્રહ્મચર્ય વિરુદ્ધની નથી, જો કે તેમાં બ્રહ્મચર્ય છોડી પ્રેમપંથે પડેલા મુગ્ધ યુગલ તરફ સહાનુભૂતિ છે, કામને આદિકાલથી મનુષ્યજાતિ કોઈ અત્યંત ગેબી દુર્ગમ અજ્ઞેય વિલક્ષણ બળ ગણતી આવી છે, અને તે પ્રમાણે કામના સંયમને તેથી પણ વધારે ગેબી અને