પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
દ્વિરેફની વાતો.


માતાએ બે દીકરા મોટા કર્યાં અને જિન ચલાવ્યું. મોટા દીકરો બી. એ. થઈ ભણેલી બૈરી પરણ્યો. તેણે માજી સાથે કંકાસ કર્યો એટલે માજીએ તેને જુદો કાઢ્યો. ભાભીના કંકાસ, અન્યાય અને જુઠ્ઠાણાંથી જગજીવનને એટલું ખરાબ લાગેલું કે તેણે માજીની સેવા કરવા ન પરણવાનો નિશ્ચય કરી નાંખ્યો. તેને નાનપણથી જિનનું કામ હાથમાં લેવું પડ્યું તેથી તે અંગ્રેજી બહુ ભણી શક્યો નહોતો, પણ એટલે જ તેણે નિશ્ચયપૂર્વક અભ્યાસ વધાર્યો. એટલામાં અસહકારની શરૂઆત થઈ એટલે અંગ્રેજીની મદદ વિના પણ આગળ પડવાનો તેને સારો અવકાશ મળી ગયો. માજીને કાંતતાં આવડતું હતું એટલે જગજીવને માજીને તે કામે લગાડ્યાં. પેાતે નિયમિત ‘નવજીવન’ વાંચવાનું રાખ્યું. તેણે સિદ્ધાન્તપૂર્વક પોતાનું જીવન ઘડવા માંડ્યું. તેણે અનેક વસ્તુઓમાં રસ લેવા માંડ્યો. જિનનું કામ થોડા માસ જ ચાલે. બાકીના વખતમાં તેણે દેવકપાસ વાવવા માંડ્યો, અને અનેકવાર દેવકપાસ, કાંતણ, પીંજણ, બ્રહ્મચર્ય, સ્વદેશી વગેરે વિશે મહાત્માજી સાથે પત્રવ્યવહાર કર્યો, જેમાંથી કેટલાકના જવાબો મહાત્માજીએ ‘નવજીવન’માં આપ્યા. આ સર્વથી જગજીવન શાહની ખ્યાતિ એ ભાગમાં અને અમુક અમુક વર્ગમાં સારી બંધાઈ, અને એકવાર એ બાજુ મુસાફરી કરતાં મહાત્માજી તેને ત્યાં એક ટંક રહ્યા ત્યારે તો તેણે લગભગ બધી બાબતની કૃતાર્થતા અનુભવી.

સરસ્વતીને અહીં ગોઠી જતાં બહુ વાર લાગી નહિ. પહેલે જ દિવસે અહીંની વ્યવસ્થાની તેના મન પર ઘણી સારી છાપ પડી. તે સવારમાં આવી. દૂધ પી, નાહી કરી તૈયાર થઈ એટલામાં બરાબર ડૉક્ટર આવ્યો. તેણે તેને તપાસી લીધી, સાધારણ ખાવા કરવા વગેરેની સૂચના આપી. બરાબર ૧૦ વાગે માજી, જગજીવન અને સરસ્વતી જમવા બેઠાં, જમતાં જમતાં જ માજીએ તો તે આવી એનો હર્ષ બાતાવ્યો અને સાથે સાથે ‘ઘરમાં માણસ વગર મને ગમતું નથી.’