પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ.

ઉચ્ચાર કેમ કરો છો? પ્રગટ થાઓ છો, તો વાત કેમ કર્તા નથી ?

પછી તો બ્રહ્મા બોલ્યા. કહે, અલ્યા, તને આ ઉત્તમ મોક્ષનો અધિકારી એવો મનુષ્ય દેહ આપ્યો છે, ને તું કૂતરાનો અવતાર કેમ માગે છે?

મેં કહ્યું : “મહારાજ, મોક્ષ તો, જૈનો કહે છે ને “કૂતરૂં ને પાર ઊતર્યું.” પણ મહારાજ, સાચી વાત તો એ છે કે અમે મોક્ષ બોક્ષ કશું માનતા નથી, અને આ માનવ દેહ, જેનાં તમે આટઆટલાં વખાણ કરો છો, તેમાં આ નવું શાસ્ત્ર તો કહે છે કે એક પણ લાગણી સાચા સ્વરૂપમાં ભોગવી જ શકાતી નથી. સંસ્કૃતિને નામે બધી લાગણીઓ વિકૃત બની ગઈ છે. પ્રેમ જેવી લાગણી પણ સાચી તો કોઈ ભોગવી જ શકતું નથી ?”

બ્રહ્મા કહે : “કેમ, તને તારા જીવનમાં પ્રેમ નથી મળતો કે શું?”

“ના ના, મહારાજ, એવું નથી. હું તો બહુ સુખી છું. અને આપની પાસે માગવાનું કે કૂતરામાંથી પાછો માનવ બનું ત્યારે અત્યારે છે તે જ સ્ત્રી પાછી મળે ! મારે બીજી ન જોઈએ !”

“તને કશું ભાન નથી. શું માગ્યું તેની ખબર નથી. જે કાંઈ માગવું હોય તે અને સાથે સાથે બીજું જે જે માગવું હોય તે બધું વિચારીને કરી આવ.”

આટલું કહી બ્રહ્મા તો પાછા અંતરધ્યાન થઈ ગયા. મેં ફરી તપ કર્યું. પણ તપની સાથે સાથે બીજું શું શું માગવું તેનો પણ વિચાર કર્યો હજાર વરસે બ્રહ્મા ફરી પ્રગટ થયા ત્યારે હવે તો તેમણે જ પૂછ્યું: “કેમ અલ્યા, સાથે સાથે બીજો બધો વિચાર કર્યો?”

“હા. મહારાજ !”

“શો શો કર્યો?”