પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
દ્વિરેફની વાતો.

હતા, તે તમને કરડ્યો ને બે દિવસ પછી મરી ગયેા. ડૉક્ટરને વહેમ આવ્યો કે એ હડકાયો હતો. એક તરફ ટાઈફૉઈડ વધતો ગયો, તેનું ઘેન તમને ચડવા માંડ્યુ. બીજી તરફ ટાઈફૉઈડનાં ઇંજેકશન સાથે હડકવાનાં તમને પેટ પર આપવાં પડ્યાં. એટલે તમારા મનમાં એમ કૂતરો અને ઇંજેક્શનો ભેગાં થઈ ગયાં. હવે બોલશો નહિ.”

“પણ સ્વપ્ન તો જુદું જ આવ્યું.”

“કહું છું ન બોલો.”

“અને તું આવી દૂબળી કેમ પડી ગઈ? ક્યાંક માંદી પડીને મારી પાસે ચાકરી કરાવતી નહિ !”

“માંદી પડીને શા સારુ ચાકરી કરાવું. મારે તો સાજાં રહીને જ તમારી પાસે ચાકરી કરાવવી છે. એક વાર પગ ચાંપી જુઓ, ઉજાગરા કરી જુઓ, તો જરા ખબર પડે. ડૉક્ટર ના પાડે તોય રાતે છાનાંમાનાં ઊભાં થઈ થઈને ચોપડી લઇ ને વાંચી વાંચીને માંદા પડ્યા છો ! આ તો ઠીક છે ભગવાને મને શરીર મજબૂત આપ્યું છે. નહિતર તમે સાજા થયા પહેલાં મારે ચાલ્યા જવું પડત !”

“પણ…”

“ચૂપ કહું છું. આજ નૉર્મલ થયું તે આજ ને આજ બોલવા લાગ્યા. તાવમાં લવ લવ અને તાવ ઊતર્યે ય લવ લવ. લ્યો, તમને ઇંજેક્શન ઉપર દવા ઘસું, એટલે કૂતરાં બચકાં ન ભરે.”

“બીજું કાંઈ નહિ. મારું સ્વપ્નું સાંભળ.”

“હવે બોલશો તા અહીંથી નાસી જઈશ, જુઓ, આ ચાલી.”

“ના ના. નહિ બોલું જા, પણ સાજો થાઉં ત્યારે સાંભળવું પડશે.”

“સાજા થાઓ તો બધું સહન કરવા તૈયાર છું.”