પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
દ્વિરેફની વાતો.


કદી નિર્મૂળ થઈ શકતી નથી. તેનું તમે દમન કરી શકો છો, પણ તેથી તો તે વિકૃત થાય છે. નિર્મૂળ થતી નથી.”

પ્રજ્ઞેશ: “મારા નસીબમાં કંઈક એવું આવે છે કે હું તમારા સામાન્ય મત સાથે સંમત હોઉં છું અને છતાં મારે વ્યક્તિગત દાખલામાં તમારાથી જુદાં પડવું પડે છે. અહીં પણ તમારી સાઇકોલૉજીની વાતોમાં ઘણું માનવા જેવું—સમજવા જેવું છે તે હું કબૂલ કરૂં છું, અને છતાં એને વેદવાક્ય માનતો નથી.”

વ્યંકટેશે જવાબ આપ્યો: “પણ સાંભળો, સાંભળો ! આ ચિત્તશાસ્ત્રનાં પુસ્તકો બધાં નિરીક્ષણ કરેલા દાખલા ઉપરથી લખાયેલાં છે એ તો ખરું ના ? તે તેની સામે દાખલા વગર અમે શી રીતે તમારી વાત માનીએ”

પ્રજ્ઞેશ “સાંભળો !” વાતનો કસ વધતો જતો હતો. “જો આંખો ને કાન ઊઘાડાં રાખીએ તો દાખલાનો પાર નથી. કૉલેજમાં કેટલાં ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વિશે તેમની વચ્ચે પ્રેમ હોવાના દાખલા બન્યા છે. એમાંનાં ઘણાંએક થોડી વાર પ્રેમ કરી, કોઈ સાચાં જૂઠાં ગમે તેવાં કારણોથી લડીને જુદાં પડે છે, ને બીજે પરણે છે, તેમને પછીથી કંઈ પહેલાંનો પ્રેમ યાદ આવતો નથી !”

વાતમાં રસ પડવાથી આશુતોષ મારી બેઠક પર આવ્યા ને બોલ્યા : “અરે પેલાં પ્રબોધ અને વિમલા ! વિમલાએ કહ્યું: ‘ચાલો આજે સિનેમા જોવા જઈએ.’ પ્રબોધ કહે: ‘મારી પાસે પૈસા થઈ રહ્યા છે. ઊછીના ન લેવાનો મારો સિદ્ધાંત છે, એટલે આજે નહિ. બાપુની પાસેથી પૈસા આવશે પછી જઈશું.’ વિમલાએ વળી કોણ જાણે કેવાય મિજાજમાં આવી જઈ કહ્યું: ‘પણ મારી ખાતર એટલું ન કરે ?’ પેલો કહે : ‘પણ કોઈની ખાતર પણ સિદ્ધાન્ત કેમ તોડાય ?’ વિમલા કહે : ‘ત્યારે તો તું પરણ્યા પછી પણ હું તને કંઈ કહું ને તું આમ જ