આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડલ
સભા બીજી
“વખતસર આવ્યા.” હું ઘરમાં પેઠો અને તરત જ પ્રમીલાબહેને કહ્યું. મેં કહ્યું: અશક્ય છે.
ધીરુબહેન : અરે આજે આટલી સહેલાઈથી અનિયમિતતાની ટેવ કબૂલ કરી લ્યો છો તેથી તમારી સત્યપ્રિયતાને માટે ઘણું માન થાય છે.
મેં કહ્યું : નહિ રે ! હું અનિયમિતતાનો આરોપ કબૂલ કરતો જ નથી. પછી સત્યપ્રિયતાનું ગમે તે થાય. મારું તો એમ કહેવું, કે તમારા પ્રમુખપણામાં મેહફિલનો વખત જ ક્યાં નક્કી થયો છે કે હું વખતસર આવી શકું.
ધીરુબહેન : બે પ્રકારનાં વખતસરપણાં હોય છે. નાટકમાં કોઈ હરામખોર, સ્ત્રી ઉપર હલ્લો કરવા જતો હોય ત્યાં જ તેને કોઈ બચાવવા આવી ચડે તેને આપણે વખતસર આવી પહોંચ્યો કહીએ; અને બીજું વખતસરપણું તે પહેલેથી