લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
દ્વિરેફની વાતો

અમે બધાં રસોડામાં ગોઠવાયાં. બીજી બાજુ ધીરુ બહેન અને ધમલો પાણીની તૈયારીઓ કરવા લાગ્યાં અને આ સર્વ તૈયારીઓની સાથે સાથે અમારો વાર્તાલાપ આગળ ચાલ્યો.

ધનુભાઈ : લ્યો હવે ત્યારે પેલાં બે વખતસરપણાં માટે નામો પાડો.

મેં કહ્યું : એક નાટકી અને બીજું કૃત્રિમ.

ધીરુબહેન : કોઈ માનસપૃથક્કરણશાસ્ત્રી હોય તો તમારાં નામો ઉપરથી જ કહે કે તમે અનિયમિતતાની ટેવવાળા છો. તમે બન્ને નામો ખરાબ પાડ્યાં ! નાટકનો તો મેં દાખલો આપ્યો હતો; પણ એવા સાચા પ્રસંગો પણ હોઈ શકે.

ધનુભાઈ : એક પ્રાસંગિક અને બીજું ઘડિયાળી.

ધીરુબહેન: ઘડિયાળી તે ઘડિયાળ સમારનારને કહે છે, એ ન ચાલે.

ધનુભાઈ : ત્યારે તમે વધારે સારાં નામો કહો.

પ્રમીલા : જોજો ભાભી ભોળવાતાં. ધનુભાઈએ વાર્તા તૈયાર નહિ કરી હોય એટલે આડી અવળી વાત કરીને તેમને વખત કાઢી નાંખવો છે.

ધીરુબહેન : હાલ તુરત આવાં નામો પાડવાની જરૂર નથી. મંડળને એવાં નામો આવશ્યક જણાશે ત્યારે ચર્ચા કરશે. પ્રથમ તો કહો કે તમે બે મિત્રોની વાર્તા લખી લાવ્યા છો?

ધનુભાઈએ હસતાં હસતાં મારા સામું જોયું.

મે કહ્યું : પણ આજે મેહફિલનું કામ કરવા પહેલાં એક પત્ર આવ્યો છે તે રજુ કરવાનો છે.

ધીરુબહેન : કોના ઉપર આવ્યો છે?

મેં કહ્યું : મારા પર મંત્રી તરીકે આવેલો છે.