પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાત મેં કહ્યું : આ ચર્ચા શરૂ થાય તે પહેલાં મારે એક નિર્ણય કરાવવાનો છે. કેાઈ સભ્ય કે અસભ્ય વાર્તા વાંચે ત્યારે વચાતાં દરમિયાન સવાલ પૂછી શકાય કે ટીકા કરી શકાય ? એમ થવાથી વાર્તારસને ક્ષતિ આવે અને તે વાર્તા. લેખકને એટલી હાની થાય. આ પ્રશ્ન હજી સુધી મેહફિલ સમક્ષ આવ્યા નથી. ગયે વખતે ધમલાએ કરેલી વાર્તામાં વાર્તા દરમિયાન કાઈ કશું ખેલ્યું નહેાતું તે દાખલે ધ્યાનમાં લેવા ચેાગ્ય છે. આ જગાએ વાર્તાલેખક હાજર નથી એટલે તેનું હિત માટે સંભાળવાનું હાવાથી આ પ્રશ્ન મારે ઉડાવવા પડયા છે. ૧૧૨ પ્રમીલા અને એમ કરીએ તે આપણી મેહફિલના નિવેદનમાં આપણે કયાંક વાર્તાનાં જ પાત્રા ગણાઈ જઈએ! ધીરુભાઈ : આપણે વાર્તાનાં પાત્રા ગણાઈ જઇએ તેમાં તે મને કશું ખોટું લાગતું નથી. ગુજરાતમાં ઘણાએ સાક્ષરા ખેલે છે ત્યારે જાણે તેમના શબ્દે શબ્દ કાઈના કાનમાં ગુંજી રહેવાના છે એવા ભાનથી દરેક શબ્દને ચીપીને ખેલે છે અલબત, બહાર ખેલે છે ત્યારે. ઘરમાં એ ભાઈ બૈરીકરાં સાથે કેમ ખેલતા હશે તે હું જાણતા નથી. ગુજરાતના કેટલાક લેખકેા, જાણે પેાતાના દરેક કાગળ સંઘરાવાના છે એમ ધારીને લખતા હોય છે. ગુજરાતમાં ઘણાંએ માણસ જાણે જાહેરમાં તેમની દરેક સ્થિતિને કાઈ ફોટા પાડી લેવાનું હાય તે રીતે દરેક હિલચાલ કરે છે, અને એવી રીતે એક લે છે. શાસ્ત્રોએ કહ્યુ છે કે દરેક ક્ષણે મરવાના છીએ એમ ધારી ધર્મ કરવા. મહાત્માજી કહે છે દરેક ક્ષણના હિસાબ આપી શકીએ તેમ રહેવું. ત્યારે ઉપર કહી ગયા તેવાં માણસા દરેક ક્ષણે પોતાના કલાત્મક અમરત્વને વિચાર કરતાં હાય છે. તેમ આપણે પણ વાર્તાનાં પાત્રો બનવાની ધાસ્તી દરેક ક્ષણે 52