શેઠ નોકરડીની “મીઠી મશ્કરી” કરતા પણ આ નોકરડી તો રાંડી ત્યારે “પણ એની એ રહી શકી હતી.” જો કે શેઠ પણ રાંડ્યા હતા અને પોતે પણ રાંડી હતી એટલે શેઠની “મીઠી મશ્કરી” આ બાઈ એ “હસતે હસતે ઝીલી” હતી. આ મશ્કરી કોને મીઠી લાગતી હતી તે કહેવું અઘરું છે. અમારી પોતાની, પરપુરુષ પરસ્ત્રી સામે કુદૃષ્ટિ કરે, એમાં સંમતિ નથી.
કેટલાંક સત્યો “ઘણી વખત” “હમેશને માટે” લખી નાંખવાં અઘરાં લાગે છે. એટલે શેઠ અને નોકરડી વચ્ચે “ક્યારેક અજાણતાં” આમ તેમ થયું “હશે” તોપણ બન્નેને બચાવી લેવાની બારી રાખવાનું અમે ઉચિત ધાર્યું છે. બન્ને રાંડ્યાં હતાં એટલે નીતિ-નિયમ તોડવાની ભૂલ થવા દીધી નથી. અહીં અપવાદ રૂપે ઉદારતા નોકરડીની રહેવાની છે અને વાણિયાવેડા શેઠના રહેવાના છે. જોકે અમને તો પુરુષ અને સ્ત્રી બન્ને સ્વાર્થી જીવડાં માલૂમ પડ્યાં છે. બેમાંથી એકને જ્યારે જેને ખપ પડે ત્યારે તે પોતાનું કામ કઢાવી લેવાની ચાલાકી “કરી શકે છે.”
એક પછી એક શેઠાણી તો મર્યે જ જતી હતી અને શેઠ કામી થયા કરતા હતા. ગમે તેમ પણ એને આ નોકરડી ઉપરનો મોહ વધતો જ ચાલ્યો.
એક વાર શેઠે નોકરડી પાસે “માગણી” કરી, “લે આ તારા છોકરા માટે લેતી જા.” પાછળથી શેઠને સૂઝ્યું “આ તો હું આપી રહ્યો છું; માગણી તો મેં કરી જ નહિ!”
નોકરડીને હવે મૂંઝાવાની જરૂર પડી. શેઠના વિકારની ગંધ નોકરડીને આવવા લાગી ત્યારથી એણે ત્યાં ને ત્યાં રહેવાનું નક્કી કરી લીધું અને બીજે નોકરી શોધવાની પંચાતમાં ન પડી. ઘેર ઘેર માટીના ચૂલા. બીજે પણ બીજો