શેઠ એની ઉપર કુદૃષ્ટિ કરવાનો જ છે તો પછી બીજે શા માટે જવું ? અને બીજે નોકરી કરવા મોકલવાથી અમારી વાર્તા લંબાઈ જાય અને શેઠાણીઓનું મરણપ્રમાણ વધી જાય એ અમારું કારણ પણ લૂલું નથી.
નોકરડી-પક્ષે, ત્યાં ને ત્યાં રહેવાનાં નીચેનાં સાત કારણો આ રહ્યાં:
૧ “સ્થાનાંતર કરવું નકામું હતું.”
૨ “બીજી જગ્યાએ બીજો શેઠ મળે.”
૩ “વળી છોકરાંનો આશ્રય જાય.”
૪ “શેઠના છોકરા સાથે પોતાનો છોકરો રમે જમે એ કારણ પણ ખરું.”
૫ “પોતાને શેઠના છોકરા સાથે કાંઈક પ્રીતિ પણ ખરી.”
૬ “અહીંનું જૂનું થાનક છોડતાં એનો જીવ કપાતો હતો.”
૭ “એણે એના અંતરમાં શું કરવું એનો નિશ્ચય કરી લીધો હતો.”
નોકરડીનો વર જ્યારે જીવતો હતો ત્યારે અભણ હતો છતાં જ્યારે એને પ્રેમનો વેગ આવતો ત્યારે એક સાથે પાંચ લાંબાં વાક્યોની સંકલના રચતાં એને આવડતી અને બધું એક શ્વાસે એ બોલી શકતો. માત્ર એની ભાષા અસલ ગામડિયા રહેતી. હવે વારતા પ્રમાણે અમારે એમ કહેવાનું આવે છે કે એક રાતે કોઈ નાતીલાએ આગળના વેરઝેરથી પ્રેરાઈને આ બાઈનું નાક કાપી નાંખ્યું. પણ વાર્તાને રસમય બનાવવાના હેતુથી ઘડીભર અસત્યકથનનો આશ્રય લેવા માટે વાચકવર્ગ અમને ક્ષમા આપે. લ્યો તો, અમે પોતે સત્ય હકીકત રજૂ કરીએ.
એ તો કુરૂપ બનવા માટે આ નોકરડીએ પોતાને હાથે પોતાનું નાક કાપ્યું હતું અને પછી શેઠને હસાવવા માટે એ