ભાઈને જણાવો કે જે વ્યક્તિ વાર્તા લખશે તે જ સભ્ય થઈ શકશે.
પ્રમીલા : અને એ પણ પ્રશ્ન નથી કે કોઈની વાર્તાના આ પ્રમાણે મશ્કરી કરવા દઈએ. તો પછી સાહિત્યના ઝઘડા જ આપણા મંડળમાં બધા આવે. વાર્તાવિનોદ મંડળ આપણે એ માટે કર્યું નથી.
ધનુભાઈ : પણ કાવ્યમાં જેમ પ્રતિકાવ્યને સ્થાન છે તેમ આવી ‘પ્રતિવાર્તા’ ને પણ આપણા મડળમાં સ્થાન હોવું જોઈએ. આ પ્રતિવાર્તા એક પ્રકારની ટીકા જ છે.
પ્રમીલા : પણ આપણા મંડળમાં ટીકા તો એકવાર સભ્ય થાય પછી જ કરી શકાય ને. સભ્ય થવા માટે તો વાર્તા જ જોઈએ. લેખક પોતે પણ આને માત્ર ટોળ જ કહે છે. માટે એ કાયદાના કારણસર અસ્વીકાર કરો—
ધનુભાઈ : આ ટીકા છે પણ ટીકા વાર્તાના સ્વરૂપે હોઈ શકે. તે વાર્તા નથી એ સંબંધી મંડળમાં એક જ મત થાય એમ હું માનતો નથી.
ધીરુબહેન : સાંભળો, હું તોડ કાઢું. ધમલાને પૂછવા દો. કેમ ધમલા આ વાર્તા છે?
ધમલો : ના બહેન, આમાં શી વાર્તા આવી? પેલી વાર્તામાં તો નાક વાઢવાની વાતેય આવતી’તી, આમાં તો કશું સમજાતું નથી.
ધીરુબહેન : ત્યારે આ ભાઈ ને એટલું જ લખો, કે અમારા મંડળના એક સભ્યે આ વાર્તા છે એનો અસ્વીકાર કર્યો છે. આવી બાબતમાં આખા મંડળના સ્વીકારથી સભ્ય થવું એ વધારે ઇષ્ટ છે. ફરીવાર તમો વાર્તા મોકલો એવો અમારો આગ્રહ છે. અને તમારા સરવાળા બાદબાકીની રમત અમે જોઈ છે એટલે હવેની વાર્તા એવી ન મોકલતાં મૌલિક જ