મોકલશો, અને એ પણ લખી જણાવો કે વાર્તા લખનાર એક જ વ્યક્તિ મંડળની સભ્ય બની શકશે. અમે તમને સભ્ય થયેલા જોઈ ઘણાં રાજી થઈશું.
મેં કહ્યું : હમણાં જ મેં ક્યાંક વાંચ્યું હતું કે બૈરાં સ્વભાવથી જ જૂઠાબોલાં હોય છે. તેમનામાં જૂઠું બોલવાની કળા હોય છે. તો હવે પીણું પીરસો.
પીણું પીરસાયું. પીણું પીધા પછી ધનુભાઈ એ અભિપ્રાય માગ્યો.
મેં કહ્યું : આ પીણું પણ મૌલિક નથી. બીજાં પીણાના દ્રવ્યોના સરવાળા બાદબાકીથી આ પીણું બનાવેલું છે.
ધનુભાઈ : રસના ગ્રંથોમાં આ પીણાનો જ દાખલો અપાય છે અને ત્યાં પીણાંનાં દ્રવ્યોના સરવાળા બાદબાકીથી પણ નવો જ રસ નિષ્પન્ન થઈ શકે એમ ગણ્યું છે. જેમ આ વાર્તામાં મૂળવાર્તાના રસથી ભિન્ન જ બીજો રસ છે, તેમ મારા પીણામાં પણ નવો જ સ્વાદ છે.
ધીરુબહેન : અસ્તુ. આજના કામમાં માત્ર તમે જીત્યા છો. પણ તમે બચી ગયા છો એમ ન માનશો. તમારી પાસે બે મિત્રોની ગયે વખતે કબૂલેલી વાર્તા લેણી પડે છે. અને બીજું : વસંતભાઈ જ્યારે આવે ત્યારે વખતસર થઈ શકે એટલા માટે મેહફિલનો સમય તેઓ આવે અને આપણને ઘરમાં નવરાશ હોય ત્યારે એમ ગણી લેવાનું. થયું વસતભાઈ !
મેં કહ્યું : જાઓ મારા આશીર્વાદ છે કે આખા હિંદમાં દર વખત વખતસર ભરાઈ હોય એવી માત્ર આ આપણી મેહફિલ જ ગણાશે. અને તેનું જાહેર માન જોકે મંત્રી તરીકે મને મળશે પણ ખાનગી રીતે એ બધું માન ધીરુબહેનને છે.
ધીરુબહેન : અને સ્ત્રીઓ હમેશાં જૂઠાબોલી છે એવું માન તમે મને આપતા રહેજો ! આજનું કામ હવે પૂરું થયું છે.