ને ગામમાં જેટલો ઓળો ઢેઢ ચોરીને પાડે, તેનો અડધો અડધ ઓળો પશાકાકાના ઘરમાં આવવાનો. આખું વરસ નવીકાકી છોકરાંઓને ઓળો આપવાનાં.
પરશો૦: જા માળા સાળા ! તારો બાપ ઢેઢને અડવા કરી કરીને મરી ગયો ને તું વળી મારી ટીકા કરવા આવ્યો. ધીરધાર તો ગમે ત્યાં કરીએ. પૈસા ઓછા અભડાય છે! ને તારી પેઠે આશાપુરીમાં તો ઢેઢને નથી ઘાલ્યાં ને !
મનહર૦: આશાપુરીમાં ઘાલીને એ એકલો તો નથી કમાઈ ગયો ને! તમારા વારામાં ય ઢેઢ નાળિયેર લાવે છે ત્યારે કેવા હળવે રહીને ઘેર લઈ જાઓ છો ?
અનન્ત૦: માસા આ શી વાત છે આશાપુરીની ?
પરશો૦: જો આશાપુરી આપણાં ઇષ્ટ દેવી છે. આપણા યજમાનો એમની માનતા માને છે.
છોટા૦: મારા ફૂઆ શિવરામ પંડ્યા મુંબઈમાં રહ્યા, એમણે એક ભાટિયાને છોકરું નહોતું થતું, તે આશાપુરીની માનતા આપી. અને છોકરું થયું, ત્યારથી માતાની માનતા ખૂબ થવા લાગી છે. ને આપણા દૈવજ્ઞોને માતાની આવક પણ સારી થાય છે.
જયંતી૦ : તમે વરરાજા ખૂબ ભણવા માંડ્યા છો તે નાતનું આવી રીતે કંઈક સારું કરો તો તમારી નામના રહી જાય.
અનન્ત૦: માતાનો કાંઈ ઇતિહાસ છે ખરો ?
પરશો૦: ( ઉત્સાહમાં આવી ) હા, હા ! મારે નવીના ભાઈ હીરાએ માતાજીનું નવું પુરાણ રચ્યું છે. તેમાં બધો ઇતિહાસ આવે છે. ( ખૂબ ગંભીર અવાજે )
एकदा भगवान् प्रीतो महात्मा वृषभध्वज: ।
सहोमयाऽक्षमीरेमे भक्तानां वांद्दितप्रद: ॥*[૧]
- ↑ * એકવાર ભક્તોને વાંછિત આપનારા પ્રસન્ન થયેલા ભગવાન મહાત્મા વૃષભધ્વજ ઉમયાની સાથે પાસાથી રમતા હતા.