બહેનને સંન્યાસી કરવાની અત્યારથી નાતના પંચ આગળ કબૂલત આપે. તે એમ ન કરે તો એનો વિવાહ તોડી નાંખવો.
ત્રિભુવન ભટ્ટ દૂરથી આવતા હોય છે. તે તરફ કોઈનું ધ્યાન નથી.
મનહર૦ : હા. જો આ પંડ્યાની છોડી એને ન પરણાવે તો બીજાને પરણવા થાય ને !
જયંતી૦ : ત્યારે આવું કંઈક તરત કરવું જોઈએ.
ત્રિભુ૦ : ( ગર્ભદ્વારમાં ડોકિયું કરી ) તમારો તે દી ઊઠ્યો છે કે શું તે મને સમજાતું નથી. ચંડીપાઠના પૈસા લ્યો છો, તે અહીં આવીને તડાકા મારો છો. આ ખાવા પીવા ટળવાના છો ખાવા પીવા !
જયંતી૦ : પણ એનું તમારે શું? તમારે ઘેર ખાવાનું માગવા આવીએ ત્યારે ન આપશો.
ત્રિભુ૦ : હું તો તમા
રા સારા સારુ કહું છું. શ્રદ્ધા રાખીને પાઠ કરશો તો જજમાનનું સારું થશે; ને જજમાનનું સારું થશે, તો તમારું સારું થશે.
છોટા૦ : એ તો જજમાનનું સારું જ થવાનું,—બ્રાહ્મણને દાન આપે એટલે.
ત્રિભુ૦ : તમે માતાનો અનાદર કરો છે એ સારું નથી કરતા હોં !
મનહર૦ : છોરુ કછોરુ થાય પણ માતા કમાતા ન થાય.
જયંતી૦ : કાકા એમ શું ચીડાઓ છો ! જુએ આ વાદળાં ચડે છે એટલે અંદર થતું હતું અંધારુ. અમે બહાર આવવાનું કરતા હતા, ત્યાં તમે આવ્યા. અમે પાછા પાઠ કરવા બેસીએ છીએ. ( ત્રણેય બહાર આવવા માંડે છે. )
મનહર૦ : ત્રણ વરસ ઉપર બરાબર આ જ મહિનામાં કરા પડ્યા’તા ને ઘમીરશીંહની ભેંશ મરી ગઇ’તી એ યાદ છે?