પાર્વતી૦: જયંતી૦: |
હેં જો માળો ! ફાવી ગયો હોં! |
કેટલાક : ઉપર ધારે વરોઠી થવાની.
એક જુવાન : અલ્યા આ બધું ત્યારે પડ્યું છે. તે ચાલો ઘેર લઈ જઈએ.
છોટા૦: અલ્યા બેવકૂફ થયા ? ઢેઢને અડેલું ઘેર લઈ જશો ને ત્રિભુવન ભટ્ટને ખબર પડશે તો દમ કાઢી નાંખશે.
જયંતી૦: ત્યારે ઢેઢને જ વેચી નાંખો, અને પૈસા આવે તેનાં ચાપાણી ઉડાવો.
મનહર૦ : પેલો પાછો આવશે, ને ચોરીની ફરિયાદ કરશે તો હેરાન હેરાન થઈ જશો.
પરશો૦: અલ્યા હજી ઢેઢથી ધરાયા નથી ? નાનિયા, જા મારી ગાને હાંકી લાવ્ય. ખવરાવી દે આ. પછી ભલે ગાય ઉપર કેસ ચલાવે. કાં રસ્તામાં મૂકીને જાય ?
જયંતી૦ : હેં પશાકાકા ! આમ કોઈની સગાઈ તૂટેલી ખરી પહેલાં ?
પરશો૦ : આપણી નાત થપાઈ ત્યારથી કોઈ દી આવું બન્યું નથી. તે આ અન્તુએ પહેલ કરી. પીતાંબર ભટનો ઓધવારો જ ગાંડો !
પાર્વતી૦ : ઢેઢનાં છોકરાં સારુ થઈને કન્યા ખોઈ, તે જરૂર એ બ્રાહ્મણના નહિ પણ ઢેઢના......
વાક્ય પૂરું થાય તે પહેલાં જ બધા ય આ સુંદર કલ્પનાથી હર્ષ અને ઉત્સાહમાં આવી જાય છે અને કોઈ પગ ઉલાળતો, કોઈ તાળી દેતો, કોઈ મરડાતો એમ બધા મહાન હર્ષનિનાદ કરે છે, તેમાં બાકીનું વાક્ય ડૂબી જાય છે.