લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ


સભા ત્રીજી


લાંબી મુસાફરીમાંથી ઓચિન્તો પાછો આવી હું ધનુભાઈને ઘેર મળવા ગયો.

આખું ઘર મને જોઈને ચકિત થયું, અને એકદમ મારી આસપાસ વીંટળાઈ વળ્યું. ધીરુ બહેને મને પૂછ્યું: કેમ યાત્રામાંથી કંઈ એકદમ જ પાછા આવી ગયા? સી. આઈ. ડી. ના માણસોથી ડરીને નાસી આવ્યા કે શું?

મેં કહ્યું : એમ હું તમારાથી નહિ ફોસલાઈ જાઉં. આજે જ મેહફિલની બેઠક કરો. કાયદા પ્રમાણે, હું આવું ત્યારે મેહફિલનો વખત થાય છે, માટે ઝટ શરૂ કરો. નહિતર કબૂલ કરો કે તમારા અધ્યક્ષપણામાં વાર્તાઓ ખૂટી.

ધનુભાઈએ ઘણા દિવસો પહેલાં*[] ‘બે મિત્રો’ની વાર્તા લખવાનું માથે લીધેલું તેને અનુલક્ષીને ધીરુબહેને કહ્યું : તેમાં મને શું કહો છો ? કહો તમારા ભાઈ ને !

  1. * જુઓ સભા ૧ લી પૃ, ૧૦૬, ૧૦૭.