પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાત પ્રમીલા : બસ ચાલ્યું ભાષણ ! તમારાં ભાષા ઉપરથી જ જો અનુમાન કરવું હેાય તે જરૂર કાઈ એમ કહે કે તમારા જેવું કાઈ ખાઉધરું નહિ હોય. મેં કહ્યું : માનસપૃથક્કરણશાસ્ત્રી તે એમ જ કહે કે તમને નાનપણમાં કાઈ એ ખાવા જ આપ્યું નથી.

ધીરુબહેન નહિ, એમ નહિ, ખરા માનસપૃથક્કરણશાસ્ત્રી તો એમ જ કહે તમારી પત્ની તરફથી તમને જીવનમાં જરા પણ રસ નહિ મળતા હોય તેથી તમે પીણાંની વાત કર્યા કરે છે ? પ્રમીલા : અરે શાખાશ મારાં માનસશાસ્ત્રી ! ધનુભાઈ : તમારા માનસપૃથક્કરણુશાસ્ત્રીઓને કહેા કે કાઈ વધારે પ્રમાણિક ધંધા લઈ લે તે સારું. કાઈ અમુક બેલે માટે તે તેનામાં નથી એ નિયમ માત્ર માનસપૃથક્કરણશાસ્ત્રીએ માટે સાચેા છે, બીજાએ માટે નહિ. કેળવણી અને સ્વતંત્રતાની વાત જેમણે તે ચાખ્યાં છે તે કરે છે. જેણે તે ચાખ્યાં નથી, તે તે વિશે કદી ખેલવાના નથી. પણ એટલું નક્કી કે જે પોતાના મનનું પૃથક્કરણ કરતાં બીએ છે, જેને ભય છે કે પૃથક્કરણ કરશું તે શું ાણે શું યે નીકળશે, તે જ બીજાના માનસનું પૃથક્કરણ કરવા નીકળે છે. નહિતર આટલાં બધાં પૃથક્કરણ ઉપર પુસ્તકા લખાયાં તેમાં કેમ કાઈ માનસશાસ્ત્રી પેતાની ગ્રંથિની વાત કરતા નથી ? શું તેમને ગ્રંથિ જ નથી ? શું તેઓ નિગ્રન્થ છે ? એટલે હું તો એમ જ માનું છું, કે એ શાસ્ત્રીએ જ નથી. અથવા તેમના માનસપૃથક્કરણમાં એવું. આવે છે, જેને તે જાહેરમાં મૂકી શકે નહિ. શાસ્ત્રપ્રગતિને માટે લેખક પોતાના દાખલા આપે તે જ સે ટકા સાચે છે. કારણુંકે અન્યના દાખલામાં સંભવાસંભવ હમેશાં રહે જ છે. હું પીણાંની વાત કરું છું તે મારું જીવન નીરસ હાવાથી, કે 39