પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જેનીને વાંચી બતાવી.

જેનીને ગામડામાં એક સાદું, સુખમય, સુઘડ જીવન ગાળવું હતું, વળી ફૉન્સેકાને એક્સાઈઝ ખાતાની નોકરીમાં ઘણા દિવસ બહાર રહેવું પડતું. ભયંકર જંગલોમાં ભટકવું પડતું, તેથી તે કંટાળી ગયો હતો. જેનીના પિતા મોટા જમીનદાર હતા તેથી આમને પણ આ જમીન લેવાનો વિચાર થયો. જેનીએ નિસાસાની જમીન લેવાનો વિરોધ કર્યો પણ છેવટે સુખી કલ્પેલા જીવનની લાલસાથી દોરાઈ તેણે હા પાડી. દેવુસણાની જે જમીન કોઈ હિંદુએ ન લીધી, કોઈ મુસલમાને ન લીધી, કોઈ પારસીએ ન લીધી, તે છેવટે આ ક્રિશ્યનોએ લીધી. ગામથી અરધો માઈલ દૂર આશરે ૮૦ એકરમાં સારામાં સારી જમીન તેમણે પસંદ કરી.

જમીન લેતાં શું લીધી તો ખરી પણ પછીની મુશ્કેલીઓ ઓછી નહોતી. દેવુસણા ગામમાં કે તાલુકામાં તેને જમીન ખેડવા તો કોઈ ન મળે પણ ઘર ચણવા કે ઘરનું કામ કરવા પણ ન મળે. બજારમાં ચીજ ન મળે, રૃપિયાનું પરચૂરણ પણ ન મળે. ફૉન્સેકાના કાકાએ રેલવેનાં મકાનોનો કોન્ટ્રેક્ટ લીધેલો તેણે પોતાના મજૂરો પાસે ઘર બંધાવી આપ્યું. ફૉન્સેકાના એક મિત્ર એક દેશી રાજ્યમાં બેન્ડમાસ્તર હતા, તેને ત્યાં કડીનો એક દુકાળિયો ઘણાં વરસથી રહેતો તે વિશ્વાસુ નોકર ચુનિયો તેમણે ખાસ ફૉન્સેકાને આપ્યો અને એ રીતે આ દંપતીનું ઘર ચાલવા માંડયું.

જેનીનાં ગામડાનાં સ્વપ્ન તો ક્યાંય રહી ગયાં અને તેને બદલે તેને જીવન એક કેદખાના જેવું લાગવા માંડયું. ઘરની ઊંચી કાચના કટકા ખોસેલી વંડી તેને ખરેખર જેલની દીવાલ જેવી લાગતી હતી. આખો દિવસ વાત કરવાને પણ કોઈ મળે નહિ. ધણી સાથે પણ તે કેટલુંક બોલે, કે વાત કરે, કે પ્રેમ કરે ! બહારની બધી જરૃરિયાતોની તૃપ્તિથી તે ઊલટી