લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩
મેહફિલે ફેસાનેગુયાન : ચોરીનું પણ

ધનુભાઈ : સાંભળો ત્યારે, હું ટીકા કરું છું. એક સોની હતો તે મરવા પડ્યો.

પ્રમીલા : આ તો બીજી વાર્તા થાય છે, ટીકા નથી.

ધનુભાઈ : ટીકારૂપે વાર્તા કહેવાનો હક્ક છે. પહેલાં ટીકારૂપે મેહફિલમાં એક વાર્તા આવી હતી.

ધીરુબહેન : હા. વાર્તા પણ ટીકારૂપે કહી શકાય.

ધનુભાઈ : ત્યારે આગળ કહું છું. તે સોની મરવા પડ્યો પણ કેમે કર્યો જીવ જાય નહિ. તેના દીકરાએ કારણ પૂછ્યું. સોનીએ કહ્યું: ‘બેટા, મેં આજ સુધી ઓછાવત્તા સોનાની ચોરીઓ કરી છે. તું બધા સોનાની ચોરી કરવાનું પણ લે તો મારો જીવ ગતે જાય. દીકરાએ પાણી મૂક્યું ને સોનીનો જીવ ગયો. હવે રાજા ગુપ્તચર્યા કરવા નીકળેલો તેણે આ સાંભળ્યું ને તેને પારખું જોવાનું મન થયું. તેણે થોડા દિવસ પછી સોનીના છોકરાને દરબારમાં બોલાવ્યો ને સોનાનો મોટો હાથી ઘડવા દરબારમાં કામે બેસાડ્યો. તેના પર ચોકી મૂકી. આવતાં ય તપાસે ને જતાંય તપાસે. રાજાને એમ કે આખા હાથીની શી રીતે ચોરી કરશે ? બે વરસે હાથી ઘડાઈ રહ્યો. એટલે સોનીએ રાજાને કહ્યું : ‘મારે આ હાથી ગેરુથી ધોવો જોઈશે ને દાગીનો મોટો છે માટે પાણી પણ ઊંડું જોઈશે. એટલે આપનાં માણસો સાથે ગામને પાદર તળાવ છે ત્યાં મોકલાવો.’ રાજાએ તળાવમાં હાથી મુકાવ્યો. અને છઆઠ કલાક સુધી સોનીએ તેને ગેરુથી ખૂબ ઘસીને સાફ કર્યો. પછી રાજાના માણસો પાસે ઉપડાવી પાછો રાજમહેલમાં આણ્યો. હાથી આવી રહ્યા પછી રાજાએ તેને બોલાવીને બાપ પાસે લીધેલા પણની વાત પૂછી. સોનીના છોકરાએ કહ્યું: ‘રાજાજી, ગુનો માફ કરો તો કહું,’ રાજા કહે: ‘જા માફ. કહે.’ સોનીના છોકરાએ કહ્યું: ‘અહીં દિવસે જેટલો સોનાનો હાથી ઘડતો