લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫
મેહફિલે ફેસાનેગુયાન વાર્તાવિનોદ મંડળ


ધનુભાઈ : ત્યારે મેં સોનીની વાર્તા શા માટે કહી?

ધીરુબહેન : એ વાર્તા એ જ તમારું વક્તવ્ય છે?

ધનુભાઈ : ત્યારે નહિ ? !

ધીરુબહેન : બસ ત્યારે થયું. એ વાર્તામાં છેવટે રાજા હાથી બક્ષિસ કરે છે તે પ્રમાણે તમે પણ એ ચોરાયેલી વાર્તા બહેનને બક્ષિસ આપી એટલે એમને એ વાર્તા કહેવાનો હક્ક છે એમ હું ઠરાવું છું. અને તેમાં તમને કશું નુકસાન નથી. તમારે તો આમેય પેલી બે મિત્રોની વાર્તા લખવી જ છે. એ લખશો ત્યારે તમે પાકા સભ્ય થઈ શકશો.

ધનુભાઈ: આ પણ ભારે ન્યાય ભાઈ !