હોટલના ઘોંઘાટમાં ડૂબી ગઈ હતી તે સંભળાવા માંડે છે. નલિનીબહેનની વાતચીતમાંથી અસહકારીઓ વિશે વાત શી રીતે થવા માંડી તે જાણવાની આપણે જરૂર નથી. આપણે સૌ જાણીએ છીએ કે વાતચીત હમેશાં સ્વૈરવિહારી હોય છે.
૧ લો : હવે જાણ્યા તમારા અસહકારીઓ. હજી તો આ લડતને નામે જુવાન સ્ત્રીપુરુષોને જે છૂટ મળી છે તેનું શું પરિણામ આવે છે એ તો જોજો !
૨ જો : તમે નકામા વહેમાઈ જાઓ છો !
૧ લો : પણ નજરે જોઈએ ને ન વહેમાઈએ એ કેમ અને ? સાંભળો. તે દિવસે આપણે સવારમાં ઊઠ્યા ને સામા ઘરમાં પેલી ખાદીધારી બાઈ સુંદર ભજન ગાતી હતી તે યાદ છે?
પેલો ત્રીજો આવેલો માણસ જેને નામ જાણ્યા પહેલાં આપણે આગન્તુક જ કહીશું તે ખાતો ખાતો વાતમાં ધ્યાન આપે છે.
૨ જો : હા, અને ત્યારે પણ તમે જ વહેમાયા હતા,— પેલા રાજપુરના જાગીરદાર તમારે ઘેર આવેલા હતા તેમના કહેવા ઉપરથી, કે આમ નાત નહિ, જાત નહિ, સગું નહિ. સાગવું નહિ, ને એક જુવાન સુંદર સ્ત્રી કોઈ પરાયા પુરુષની સારવાર કરવાને બહાને રહે, તે શું ય હશે !
રાજપુરનું નામ બોલાતાં આગન્તુક અજાણતાં ખાવાનું ધીમું કરી વાતમાં વધારે ધ્યાન આપે છે.
૧ લો : હા. અને તમે કહેલું કે આટલાં સુંદર આશ્રમ–ભજનાવલીમાંથી ભજનો ગાય એ સ્ત્રીના ચારિત્રમાં કંઈ ખોટું હોય એમ હું માની શકું નહિ.
૨ જો : હું હજી પણ એમ જ માનું છું. મને એ