પ્રવેશ ન કરાવાય. પ્રેક્ષક નામ ન જાણતો હોય ને નાટ્યકાર લેખમાં એ નામ વાપરે તે કેમ ચાલે ? પણ હું એ નિયમને ઉલટાવીને કહું છું, પ્રેક્ષક ન જાણે ત્યાંસુધી હું પોતે જ એ નામ વાપરવાનો નથી. નાટકમાંનું કશું પણ વાંચ્યા વિના નાટક જોવાથી પૂરેપૂરું સમજાય તો જ એ નાટક સાચું.
*[૧] [ પ્રમીલા : પ્રમુખ સાહેબ ! વાર્તાકાર અમને વચમાં બોલવા નથી દેતા તો તેમણે પોતે પણ વચમાં બોલવું ન જોઈએ.
મેં કહ્યું : હું પણ એ જ કહેવા જતો હતો. આ વિષયાંતર થાય છે.
ધનુભાઈ : આ વિષયાંતર નથી અર્થાન્તરન્યાસ છે. કવિતામાં અર્થાન્તર આવી શકે તો વાર્તામાં પણ આવી શકે !
ધીરુબહેન : એ જ્યાંસુધી લખેલું વાંચે છે ત્યાંસુધી વચમાં બોલે છે એમ ન ગણવું.
વાર્તા આગળ ચાલે છે.]
પેલી બાઈ દાખલ થઈ ને તરત પેલા પુરુષની સામે ટેબલને અડીને ઊભી રહી તેના પર લંભાઈ પુરુષ તરફ અત્યંત ક્રોધમાં હાથ કરી બોલે છે.
સ્ત્રી : આ જોયું ?
પુરુષ : કેમ એકદમ જણાવ્યા વિના આવી ?
સ્ત્રી : આ જોયા તમારા દોસ્ત ! એને મારે વિશે એવો વિચાર કરતાં શરમ પણ ન આવી ? આવાને દોસ્ત કરતાં શરમાતા નથી ?
પુરુષ : તારી કંઈ સમજવામાં ભૂલ તો નહિ થતી હોય ?
સ્ત્રી : મારી ભૂલ ! આ તે તમે શું કહો છો ? હું તે કાંઈ નાની કીકલી છું તે આવી ભૂલ કરું?
- ↑ * આવા કૌંસમાં મૂકેલી વાતચીત મેહફિલનાં સભ્યો વચ્ચે થાય છે એવો સંકેત રાખેલો છે.