લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૧
મેહફિલે ફેસાનેગુયાન : બે મિત્રોની વાર્તા

⁠હરિભાઈ : (શાન્તાને) હવે મને એક વાત કહેવી છે ? તું આવી ક્યારે ?

⁠શાન્તા : તમારી સાથે જ, એ જ ટ્રેઇનમાં.

⁠હરિભાઈ : ત્યારે મારી સાથે જ કેમ ન આવી ?

⁠શાન્તા : તમારે લઈ જવી હોત તો તો નીકળતી વખતે મને કહેત નહિ ?

⁠હરિભાઈ : મને શી ખબર તું આવવાની હોઈશ.

⁠શાન્તા : કેમ તમને આવવાનો નિશ્ચય કરતાં આવડે ને મને ન આવડે?

⁠હરિભાઈ : પણ મેં તો મધુ સાથે વાત કરીને તાર વાંચીને બરાબર નક્કી કર્યું.

⁠દીપક : તાર શેનો ?

⁠હરિભાઈ : એ તો આપણા દાક્તરે તમારા વિશે તાર કરેલો. તે રાતના મધુ મને બતાવવા આવેલો, તે ઉપરથી જ મેં અહીં આવવાનો નિશ્ચય કર્યો.

⁠શાન્તા : ત્યારે મેં પણ એ વાત સાંભળીને અને તમારા ગયા પછી તાર અને તમારી મારા પરની ચિઠ્ઠી વાંચીને જ અહીં આવવાનો નિશ્ચય કર્યો. પણ હવે તમે પૂછી રહ્યા હો તો મારે એક પૂછવું છે.

⁠હરિભાઈ : પૂછો..

⁠શાન્તા : સાચું કહેજો. હું રાતના આવી ત્યારે હું આવવાની છું એવી તમને પહેલેથી ખબર પડી ગયેલી હોવી જોઈએ એમ મને લાગે છે. બોલો એ ખરું કે નહિ?

⁠હરિભાઇ : ખરું.

⁠શાન્તા : તમે એ કેમ જાણ્યું ?

⁠હરિભાઇ : હું હૉટલમાં સાંઝે જમવા ગયેલા. ત્યાં બે