લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
દ્વિરેફની વાતો

માણસો વાતો કરતા હતા. તેમાંનો એક તે—આ બંગલાની સામે કોઈ નલિનીબહેન રહે છે?

શાન્તા : હા

હરિભાઈ : તેમના પતિ. તેમણે તને ગુસ્સામાં જતી જોઈ તેની વાત તેઓ પોતાના એક મિત્રને ખાતાખાતા કરતા હતા.

દીપક : કોણ જાણે જગત આ મારી ભૂલ માટે તમને શુંય કહેશે ?

શાન્તા : અરે એમની તો વાત જ જવા દો ને ! એ તો એવા ભડભડિયા છે ! પણ નલિનીબહેન બહુ જ ડાહ્યાં છે. મારાં બહેનપણી છે. એ એક વાત કહેશે એટલે ગરીબ ગાય જેવા થઈ જવાના !

હરિભાઈ : અરે આમ તો બહુ જબરા દેખાય છે ને !

શાન્તા : તોય એ તો ! હું આવી જબરી દેખાઉં છું તો ય તમારી પાસે કેવી ગરીબ થઈ જાઉં છું. એમ કોઈના ઘરમાં એમ હાય, ને કોઈના ઘરમાં આમ !

એમ કહીને સ્ત્રી જ જે વ્યંજના જાણે છે તે વ્યંજનાથી શાન્તાએ હરિભાઈની માફી માગી લીધી. એમાં માફી માગવા જેવું કશું નથી એમ બતાવવા

હરિભાઈ : બધું તારું ધાર્યું કરે છે, ને વળી મને લેતી પડે છે !

શાન્તા : મારે તો કશું મારું ધાર્યું છે કે નહિ એ જ મને સમજાતું નથી. પણ એ વાત જવા દો. મને કહો તો ખરા એ નલિનીબહેનના વરે શું કહ્યું ?

હરિભાઈ : સાચું કહું ?

શાન્તા : ત્યારે સાચું નહિ ત્યારે જૂઠું ?

હરિભાઈ : કોઈ કોઈ માણસ ગમે તેટલું સાચું બોલે તો ય