પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાત પ્રમીલા : ભાઈ, એમ જ કહી દે ને કે જેને તમારી વાર્તા આખી દુનિયામાં સૌથી ઉત્તમ ન લાગે તેને વાર્તા અને સંસ્કૃતિ સમજતાં જ નથી આવડતી ! ૨૦૬ ધનુભાઈ : એ તેા મેં કહેવા ખાતર કહ્યું પણ મારા મૂળ મુદ્દો સાચા છે. મેં કહ્યું : એમ નહિ. જેમ દેરી એકવાર તૂટે પછી સાંધીએ તાપણુ અંદર ગાંઠે રહી જાય તેમ કેટલાક વિક્ષેપ એવા છે કે તે એકવાર બન્યા પછી મૂળ સંબંધેા પહેલાં જેવા થઈ શકતા નથી. મિત્રની પત્ની તરફ એકવાર દુર્બુદ્ધિ થયા પછી ભૂલ કરનાર મિત્ર તે ખાતર મરે, તે તેના તરફ સર્વાત્મથી જેવી લાગણી થાય તેવી લાગણી તે જીવતા રહ્યો હોય તે ન થાય. અને આ, શાન્તા અને હરભાઈ બન્નેને માટે ખરું છે. અન્નેને જાણે તેમની અને દીપકની વચ્ચે કંઈક બની ગયું છે એમ લાગે જ. ધનુભાઈ : માટે જ મેં ફ્રી સમાધાન થવાને માટે મજ- ખૂતમાં મજબૂત કારણા મૂક્યાં છે. બન્ને મિત્રો લડાઈમાં ભેગા હતા. દીપકે પેાતે લાઠીમારમાં આડાં પડીને હરિભાઈ ને બચાવ્યેા હતા. આભારની લાગણીથી જ હરિભાઈ–શાન્તા તેને માફ કરવા પ્રેરાય એ સ્વાભાવિક છે. તે ઉપરાંત શાન્તાને ગિરિન માટે પણ લાગણી હતી. એટલે જેને વધારે આધાત લાગ્યા છે તેને સમાધાન કરવાને માટે વધારે કારણો પણ છે. મેં કહ્યું: પણ મારા એક સવાલ છે. શાન્તા તમે કહેા છે એવી નવા જમાનાની હાય તેા તેને પહેલાં આવે આવેશ આવે નહિ. અને જૂના જમાનાની હોય તો આવે આવેશ આવ્યા પછી તેના મનનું પૂરું સમાધાન થાય જ નહિ. ધનુભાઈ : બહુ સુંદર શોધી કાઢયું! પણ પ્રમુખસાહેબ 85