પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

'જો વહાલા, આ અબ્દુલની વાત તું જાણે છે ? આજે મેં એને બધી વાત પૂછી જોઈ, તેની બધી જમીન ખાલસા થઈ ગઈ છે. તેની બૈરીની મરજી જમીન રાખવાની હતી પણ તેણે કહ્યું કે બધાં માણસોથી જુદાં પડી જમીન રખાય નહિ. તેની બૈરી જમીનને માટે રડતી કકળતી મરી ગઈ.' જેનીએ એક દીર્ઘ શ્વાસ લીધો. 'છતાં તેણે તો જમીન જવા જ દીધી. અત્યારે તેનો ધંધો ચાલતો નથી સરકારે ઘાણીનો બળદ પણ તેનો લઈ લીધો છે. તેના ઘરમાં ખાવા નથી. મેં તેને બસો ત્રણસો જોઈએ તેટલા રૃપિયા આપવા કર્યું પણ તેણે ના જ પાડી. આ ધંધાનું તે કાંઈ લેતો નથી. ફક્ત છોકરાંને દૂધ પીવરાવે છે. અત્યારે પરદેશ જવા વિચાર કરે છે પણ નાનો છોકરો ક્યાં મૂકવો તેની તેને ચિંતા છે.'

જેનીએ ફોન્સેકાના મોઢા પર ફેરફાર થતો જોયો. તેણે લાંબો શ્વાસ લીધો અને ફરી બોલવા જતી હતી, એટલામાં ફોન્સેકાએ મોટા અવાજે 'મારા ખોદા' એમ કહી રડી દીધું અને મોં પર હાથ ઢાંક્યા. જેનીએ તેને વહાલથી પાસે બોલાવ્યો,

'નહિ, વહાલા, હું તને ઠપકો દેવાની નથી. પણ-' 'નહિ, નહિ વહાલી, હું તેની જમીન પાછી આપી દઈશ.'

'પણ તે વાત પણ મેં તેને પૂછી જોઈ. ગામથી જુદાં પડી તે પોતે એકલો જમીન લેવા માગતો નથી.' 'હું સાંભળતો હતો. હું બધી જમીન છોડી દેવાનો છું. આપણે અહીંથી ચાલ્યાં જઈશું.' ફોન્સેકા જેની પાસે એક ખુરશી પર બેઠો. બંને નીરવ શાંતિમાં કેટલીયે વાર એમ જ બેસી રહ્યાં. જેની માત્ર સૂતી સૂતી તેનાં ઢીંચણ પર હેતમાં હાથ ફેરવતી રહી.

આપણે કહીએ છીએ કે પુરુષના કર્મ આડું પાંદડું હોય