લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


છેલ્લો દાંડક્ય ભોજ

જે સમયની તવારીખ ઇતિહાસપુરાણમાંથી મળે છે તે પ્રાચીન સમયમાં, ઘન દુર્ભેદ્ય અને ભયંકર દંડકારણ્યના ઉત્તર તરફના સીમાડાથી વીસેક કોસ દૂર અરણ્યમાં એક અજિતદુર્ગ નામનો વનદુર્ગ હતો. તેમાં એક ભોજવંશની ગણાતી શાખાના દાંડક્ય રાજાઓ રાજ કરતા હતા. હાલ તેરમો દાંડક્ય ભોજ વિરાધસેન ત્રણ વર્ષથી ગાદીએ આવેલો છે.

આજે આખા રાજમહેલમાં દાસદાસીઓની જબરી જાઆવ થઈ રહી છે. રાજાનો હુકમ મન્ત્રશાલા તૈયાર કરાવવાનો છે. કામ કરનારાં દાસદાસીઓ આના કારણ વિશે પોતપોતાની રાજનૈતિક માહિતી અને બુદ્ધિના વિશ્વાસથી તેની ગુસપુસ ગુસપુસ વાતો કરતાં હતાં. મગધ દેશનો રાજવૈદ્ય આજીવક ધુન્ધુમાર આજે આવવાનો હતો. મગધાધિપતિ શોણ નદીને કિનારે એક નવો રાજમહેલ કરાવતા હતા અને તેને માટે ઉત્તમ પ્રકારનાં પુષ્કળ સાગ સીસમ વગેરે દંડકાથી તેમણે મંગાવ્યાં હતાં અને તેનો કર શો પડશે તે દંડકાધિપતિને