લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
દ્વિરેફની વાતો

સિવાય આવો હીરો મળવો મુશ્કિલ છે. તે સ્વીકાર અને એક બીજી વાત. મારે હજી પણ તારી જરૂર પડશે, તું દર છ માસે ન આવે ?”

“હું આવીશ મહારાજ !”

“ત્યારે હવે ઘણો સમય થયો છે. તમે સુખરૂપ આરામ કરો.”

“મહારાજને સુસ્વાપહો.”

*

બરાબર છ માસે એ જ મંત્રશાલામાં આ જૂના મિત્રો પાછા બેઠા. શિષ્ટાચારની આપલે પછી આજીવક ધુન્ધુમારે કહ્યું: "પણ મહારાજ, આપની પ્રકૃતિ ગયા વખત કરતાં પણ વધારે અસ્વસ્થ છે!”

“ખરી વાત, પણ તેમાં તારો દોષ નથી. દોષ આ અમારાં અજ્ઞાન અંતઃપુરનો જ છે.”

“મહારાજ, સવિસ્તર જાણવા ઇચ્છું છું, જેથી તેનો શો ઉપાય કરવો તે સૂઝે.”

“હું પણ સવિસ્તર જ કહેવા ઇચ્છું છું. જુઓ મેં ઔષધનો ઉપયોગ ક્યારે કર્યો તેની બધી નોંધ આમાં છે. કુચુમારની ગોળીનો પ્રયોગ મેં અશ્લેષા ઉપર કર્યો. તે પૂર્વ તરફના દૂરના આટવિકની કુંવરી છે એટલે કાંઈ પણ પ્રતિકૂળ પરિણામ આવે તો પણ વાંધો નહિ. પ્રથમ તો ગોળી લેવાની તેણે ના પાડી. બધી જ સ્ત્રીઓ આમ હઠીલી શા માટે હોય છે તે સમજાતું નથી !”

“મહારાજ, સ્ત્રી પોતાને પ્રતિકૂળ વસ્તુ કોઇ ગૂઢ રીતે સમજી જાય છે.”

“પણ એ ક્યાં જાણતી હતી કે કુચુમારની ગોળીથી શું