લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
છેલ્લો દાંડક્ય ભોજ


“એ શક્ય છે. પણ હજી મેં તેનો પ્રયોગ કર્યો નથી. કહો તો આપને મોકલી આપું ?”

“હા મોકલો. હું કરી જોઉં. કાંઈ હાનિ થવા સંભવ છે ?”

“અતિરેકથી સંભાળવું એ જ.”

“અને તેથી વાસ્તવિક સમાગમ...”

“તેમાં સંશય નથી. તે સિવાય તો આ ઉપાય જ શેનો ગણાય ?”

“ભલે ત્યારે એ ઔષધ જરૂર મોકલશો. તેનો પ્રયોગ કઈ રીતે કરવાનો છે ?”

“એ સ્નાનનો વર્ણ છે. સ્નાનોદકમાં નાંખીને તેનાથી સ્નાન કરવું. સુગન્ધિ દ્રવ્ય છે.”

“અને આ વખતે છ માસને બદલે પાંચ માસે આવશો. આમાં જેમ અણધાર્યું વિઘ્ન આવ્યું તેમ આમાં પણ કદાચ આવે. સ્ત્રી સાથે વ્યવહાર એ ખરેખર મહાન કષ્ટ છે.”

“ભલે. ”

*

પાંચ માસ પછી એ જ મિત્રો એ જ જગાએ વાત કરતા હતા. હર વખત જેમ ધુન્ધુમારને જ આ વખતે પણ કહેવું પડ્યુંઃ

“કેમ આ વખતે તો અસ્વસ્થતા ઉપરાંત મન ઉદ્વિગ્ન જેવું છે? મારું ઔષધ શું કાર્યકર ન નીવડ્યું?”

“નહિ, કાર્યકર તો નીવડ્યું. તમારા ઔષધનો દોષ કાઢી શકું તેમ નથી.”

“નવો પ્રયોગ છે માટે જરા વિસ્તારપૂર્વક સાંભળવા ઈચ્છું છું”

“તેમાં પ્રયેાગ સંબંધી વિસ્તારપૂર્વક કહેવાનું છે જ નહિ. પ્રયાગ તો સાક્ષાત્ ધન્વંતરીના જેવો છે. પણ કષ્ટ માત્ર