સ્ત્રીઓનું છે. મારો અવરોધ[૧] તો પુષ્કળ મોટો છે તે તમે જાણો છો.”
“જી હા,”
“આપણે ઉપાયનો વિચાર કરતાં અપાયનો વિચાર કરી શક્યા નહિ.”
“કેવી રીતે મહારાજ ?”
“તમારાં ઔષધોથી સ્નાન કરી જુદી જુદી રાણી પાસે જવા લાગ્યો. કોઈને પાસે બેસારીને, કોઈને તાંબુલ, કોઈને ચુંબન, કોઈને ઉપગૂહન વગેરેથી સ્પર્શ કરી હું કંઈક નિમિત્ત કાઢી ચાલ્યો જતો. પણ બે માસમાં દરેકને મારા વર્તન વિશે વહેમ પડ્યો. આપણો આ ઉપાય તો સાચો પણ તે આગળના ઉપાય સાથે વિસંવાદી છે તે આપણી નજર બહાર રહી ગયું.”
“કેવી રીતે ?”
“છેલ્લા ઉપાયમાં ગોળી આપતી વખતે મેં દરેક રાણીને પુત્રપ્રાપ્તિની આશા આપેલી. હવે નવા ઉપાય પ્રમાણે હું સંગથી દૂર રહું છું એમ જોઈને તેમને જુના ઉપાય પરનો વહેમ દૃઢતર થયો અને મારા નવા વર્તન વિશે શંકા આવી !”
“સ્ત્રીઓનું અશિક્ષિતપટુત્વ કહ્યું છે તે એ જ.”
“એક સ્ત્રીએ તો સ્પર્શનો નિષેધ કરતાં સ્પષ્ટ કહ્યું કે મહારાજના સંગ વિના પણ મને ગર્ભનાં ચિહ્નો પ્રત્યક્ષ થયાં છે, માટે મહારાજે પુત્રપ્રસવ સુધી મને એકલી રહેવા દેવી. મેં પ્રસવની અવધિ પૂછી તો કહે કે જેમ વધારે પ્રતાપી પુત્ર થવાનો હોય તેમ પ્રસવ વધારે દૂર જશે. મને સમજાયું કે આખા અવરોધને મારા તરફ દ્વેષ હતો. એટલે તાંબુલ લેવાને
નિમિત્તે હું જતો હતો તે પણ બંધ કર્યું.”
- ↑ ૧ જનાનો.